AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra: 11 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે પરિણીતી ચોપરા, જાણો કેટલી ફિલ્મ રહી હિટ અને ફ્લોપ

11 વર્ષ પહેલા બોલિવુડમાં એન્ટ્રી કરનાર પરિણીતી (Parineeti Chopra) આજે પણ પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેની બહેન પ્રિયંકા દેશી ગર્લમાંથી ગ્લોબલ સ્ટાર બની ગઈ છે, પરંતુ પરિણીતી હજી પણ તેની જર્નીને સારી બનાવવા અને મોટી સ્ટાર બનવા માટે સંઘર્ષ કરી રહી છે. પરિણીતી ચોપરાને લાંબા સમયથી કોઈ હિટ ફિલ્મ મળી નથી.

Parineeti Chopra: 11 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે પરિણીતી ચોપરા, જાણો કેટલી ફિલ્મ રહી હિટ અને ફ્લોપ
Parineeti Chopra
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 10:25 PM
Share

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની સફળતા કોઈનાથી છુપી નથી. પોતાની બહેનની સફળ કારકિર્દી જોઈને પરિણીતી ચોપરાએ પણ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. 2011માં લેડીઝ વર્સીસ રિકી બહેલ ફિલ્મથી બિગ સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઈશ્કઝાદેમાં ઝોયા કુરેશી અને શુદ્ધ દેશી રોમાંસની ગાયત્રી બનીને લોકોના દિલ જીતી લીધા. પરિણીતીનું ડેબ્યૂ જોરદાર હતું પરંત ત્યારબાદ તેની કેટલી ફિલ્મ હિટ રહી અને ફ્લોપ રહી તે જાણો.

બહેન પ્રિયંકા જેવી સ્ટાર બની ન શકી પરિણીતી

11 વર્ષ પહેલા બોલિવુડમાં એન્ટ્રી કરનાર પરિણીતી આજે પણ પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેની કઝીન બહેન પ્રિયંકા દેશી ગર્લમાંથી ગ્લોબલ સ્ટાર બની ગઈ છે, પરંતુ પરિણીતી હજી પણ તેની જર્નીને સારી બનાવવા અને મોટી સ્ટાર બનવા માટે સંઘર્ષ કરી રહી છે. તમે જાણીને હેરાન થઈ જશો કે પરિણીતી ચોપરાને લાંબા સમયથી કોઈ હિટ ફિલ્મ મળી નથી. પરંતુ તે બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પછી પણ તે મોટા મેકર્સ સાથે કામ કરી રહી છે અને ઘણી ફિલ્મોમાં જોવા મળી રહી છે.

શાનદાર શરૂઆત, પછી સતત ફ્લોપ ફિલ્મ

પરિણીતીએ કરિયરની શરૂઆતમાં 3 હિટ ફિલ્મો આપી હતી, પછી તેની સાથે ફ્લોપ ફિલ્મની એવી સિરીઝ આવી કે જે આજ સુધી પૂરી થઈ નથી. પરિણીતીની ફિલ્મ હસી તો ફસી, દાવત-એ-ઈશ્ક, કિલ દિલ, મેરી પ્યારી બિંદુ, નમસ્તે ઈંગ્લેન્ડ, જબરિયા જોડી, સાઈના, સંદીપ ઔર પિંકી ફરાર, ધ ગર્લ ઓન અ ટ્રેન અને કોડ નેમ તિરંગા બધી જ ફ્લોપ ફિલ્મ રહી. પરિણીતીની હિટ ફિલ્મ 2019માં આવેલી કેસરી હતી. કેસરી અક્ષય કુમારના કારણે હિટ બની હતી. અક્ષય આ ફિલ્મમાં લીડ એક્ટર હતો. પરિણીતી આ ફિલ્મનો માત્ર એક ભાગ હતી.

‘ઈશ્કઝાદે’

આ ફિલ્મમાં પરિણીતી ચોપરાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફેન્સ ખૂબ જ ઉત્સાહથી એક્ટ્રેસની આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

‘શુદ્ધ દેશી રોમાન્સ’

આ ફિલ્મમાં પરિણીતી ચોપરાએ સુશાંત સિંહ રાજપૂત સાથે રોમાન્સ કરીને ફેન્સના દિલ જીતી લીધા હતા. પરિણીતી ચોપરાના તમામ ફેન્સ આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

‘સાઈના’

અમોલ ગુપ્તા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ સાઈનામાં પરિણીતી ચોપરાએ સ્પોર્ટ્સ બાયોપિકમાં દેશની સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલની ભૂમિકા ભજવી હતી. સ્પોર્ટ્સ ફિલ્મોના પ્રેમીઓને આ ફિલ્મ ઘણી પસંદ આવી.

ઉંચાઈ

આ ફિલ્મમાં પરિણિતી ચોપરાએ ધૂમ મચાવવામાં કોઈ કસર છોડી નથી. દર્શકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા સિવાય અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની, સારિકા, નીના ગુપ્તા, ડેની ડેન્જોંગપા અને નફીસા અલી સોઢી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Parineeti Chopra Struggle: પરિણીતી ચોપરા રહી ચૂકી છે રાની મુખર્જીની આસિસ્ટન્ટ, આર્થિક મંદીએ બનાવી એક્ટ્રેસ

હાલમાં બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારથી આ બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">