AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra Struggle: પરિણીતી ચોપરા રહી ચૂકી છે રાની મુખર્જીની આસિસ્ટન્ટ, આર્થિક મંદીએ બનાવી એક્ટ્રેસ

પરિણીતી ચોપરાની (Parineeti Chopra) ફિલ્મોમાં આવવાનો કોઈ પ્લાન ન હતો, પરંતુ 2009માં આવેલી મંદીએ તેનું જીવન બદલી નાખ્યું. પરિણીતીના અભ્યાસની વાત કરીએ તો તેનો પ્રારંભિક અભ્યાસ અંબાલામાં જ થયો હતો. પરિણીતી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગઈ હતી. ત્યારબાદ પરત ભારત આવી હતી.

Parineeti Chopra Struggle: પરિણીતી ચોપરા રહી ચૂકી છે રાની મુખર્જીની આસિસ્ટન્ટ, આર્થિક મંદીએ બનાવી એક્ટ્રેસ
Parineeti Chopra
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 9:51 PM
Share

પરિણીતી ચોપરા બોલિવુડની સૌથી ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. પરિણીતીએ વર્ષ 2011માં ફિલ્મ લેડીઝ વર્સીસ રિકી બહેલ સાથે તેના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. આ પછી તેણે લીડ રોલમાં ઈશ્કઝાદેમાં કામ કર્યું. પરિણીતી ચોપરાની ફિલ્મોમાં આવવાનો કોઈ પ્લાન ન હતો, પરંતુ 2009માં આવેલી મંદીએ તેનું જીવન બદલી નાખ્યું. જો કે તેની મોટી બહેન પ્રિયંકા ચોપરાએ તેના પહેલા ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી, પરંતુ પરિણીતીએ ક્યારેય તેનો સહારો લીધો ન હતો. તેણે જે પણ કર્યું તે તેની ક્ષમતા મુજબ કર્યું. આવો જાણીએ એક્ટ્રેસ વિશે કેટલીક ખાસ વાતો.

હરિયાણાના અંબાલામાં થયો હતો પરિણીતીનો જન્મ

પરિણીતિનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ અંબાલા હરિયાણામાં થયો હતો. તેણીનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. પરિણીતીના પિતા એક બિઝનેસમેન છે અને તેની માતા હાઉસવાઈફ છે. પરિણીતીને બે ભાઈ છે અને બોલીવુડની ફેમસ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તેની મોટી બહેન છે. પ્રિયંકા પરિણીતીના મોટા પપ્પાની પુત્રી છે. પરિણીતીના અભ્યાસની વાત કરીએ તો તેનો પ્રારંભિક અભ્યાસ અંબાલામાં જ થયો હતો.

પરિણીતીએ ઈંગ્લેન્ડમાં કર્યો છે અભ્યાસ

પરિણીતી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગઈ હતી, તેણે ઈંગ્લેન્ડની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી ચોપરાએ બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકોનોમિક્સમાં ઓનર્સ કર્યું છે. પરિણીતી એક સમયે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બનવા માંગતી હતી. પરંતુ વર્ષ 2009માં આર્થિક મંદીનો સમય હતો અને પરિણીતી ભારત પાછી આવી હતી.

રાની મુખર્જીની આસિસ્ટન્ટ રહી ચૂકી છે પરિણીતી

પરિણીતી ચોપરા ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર છે, પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માટે ક્યારેય તેની બહેનનો સહારો લીધો નથી. ભારત પરત આવ્યા પછી પ્રિયંકાએ પરિણીતીની મુલાકાત આદિત્ય ચોપરા સાથે કરાવી અને પરિણીતી એક દિવસ માટે રાની મુખર્જીની પર્સનલ આસિસ્ટન્ટ બની. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે પોતે નેહા ધૂપિયાના ટોક શોમાં કર્યો હતો. રાની મુખર્જીએ તેને અભિનયમાં આવવા માટે પ્રોત્સાહિત કરી, રાની જોઈને કહ્યું કે તેણે તેની બહેનની જેમ ફિલ્મોમાં પ્રયાસ કેમ ન કર્યો. આ વિશે પરિણીતીએ કહ્યું કે તેને એક્ટિંગમાં રસ નથી.

આ પણ વાંચો : Viral Video: ‘હસી તો ફસી’ – રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન વિશે સવાલ પૂછતાં શરમાઈ ગઈ પરિણીતી ચોપરા, વાયરલ વીડિયો પર યુઝર્સે આપી પ્રતિક્રિયા

એક્ટિંગમાં આ રીતે થઈ એન્ટ્રી

પરિણીતીએ બહેન પ્રિયંકાને ફિલ્મ સાત ખૂન માફ કરવા માટે તૈયારી કરતી જોઈ ત્યારે તે પ્રભાવિત થઈ હતી. તે ફિલ્મો સાથે જોડાયેલા લોકો સાથે કામ કરીને સતત પ્રભાવિત થઈ રહી હતી. આ પછી તેણે નક્કી કર્યું કે તે નોકરી છોડીને એક્ટિંગ સ્કૂલમાં જોડાશે. કાસ્ટિંગ ડાયરેક્ટરના કહેવા પર પરિણીતીએ એક ઓડિશન રેકોર્ડ કર્યું. એક દિવસ પછી આદિત્ય ચોપરાએ અચાનક તે વીડિયો જોયો. આદિત્ય પરિણીતીની એક્ટિંગ સ્કીલથી ઘણો પ્રભાવિત થયો હતો અને તેણે તેને એક સાથે ત્રણ ફિલ્મો માટે સાઈન કરી હતી.

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારથી આ બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">