AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra Birthday : પરિણીતી ચોપરા કરવા માંગતી હતી સૈફ અલી ખાન સાથે લગ્ન, કરીનાને પણ કહી ચુકી છે આ વાત

બોલિવૂડમાં ધમાકેદાર પ્રવેશ કરતા પહેલા, તે યશ રાજમાં પીઆરનું કામ કરતી હતી. પાછળથી, તેની પ્રતિભાને ઓળખીને, યશ રાજે તેમને તેમની ફિલ્મોમાં તક આપી.

Parineeti Chopra Birthday : પરિણીતી ચોપરા કરવા માંગતી હતી સૈફ અલી ખાન સાથે લગ્ન, કરીનાને પણ કહી ચુકી છે આ વાત
Parineeti Chopra wanted to marry Saif Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:23 AM
Share

આજે પરિણીતી ચોપડા (Parineeti Chopra) બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાના દમદાર અભિનયના આધારે દર્શકો વચ્ચે ખાસ જગ્યા બનાવી છે. તેણે યશ રાજ બેનર હેઠળ રણવીર સિંહ અભિનીત ‘લેડીઝ વર્સિસ રિકી બહેલ’માં સહાયક અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 2012 માં, તેણે યશ રાજ બેનરની ફિલ્મ ‘ઇશકઝાદે’થી મુખ્ય અભિનેત્રી તરીકેની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેના અભિનયે ફિલ્મ વિવેચકો સહિત પ્રેક્ષકોને પણ મોહિત કર્યા હતા. તેમને બોલિવૂડનું ભવિષ્ય પણ કહેવામાં આવતું હતું. જોકે સ્ટાર્કિડ અર્જુન કપૂરે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનાર પરિણીતી ચોપરા હતી.

પરિણીતીનો જન્મ 22 ઓક્ટોબર 1988 ના રોજ હરિયાણાના અંબાલામાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા પવન ચોપરા વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે, માતાનું નામ રીના ચોપરા છે. પરિણીતીનો ઉછેર શહેરી છોકરીની જેમ થયો, તેણે ‘કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી’ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. બાદમાં તે માત્ર 17 વર્ષની ઉંમરે વધુ અભ્યાસ માટે લંડન ગઈ હતી. લંડનમાં, તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી મેળવી.

બોલિવૂડમાં ધમાકેદાર પ્રવેશ કરતા પહેલા, તે યશ રાજમાં પીઆરનું કામ કરતી હતી. પાછળથી, તેની પ્રતિભાને ઓળખીને, યશ રાજે તેમને તેમની ફિલ્મોમાં તક આપી. તેણે શરૂઆતમાં યશ રાજ બેનર સાથે ત્રણ ફિલ્મી કરાર દરમિયાન પ્રથમ બે ફિલ્મો ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત સાથે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ કરી હતી. પછી તે કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ ‘હસી તો ફસી’માં જોવા મળી. આ પછી, તેણે દાવત-એ-ઇશ્ક, કિલ દિલ, મેરી પ્યારી બિંદુ, નમસ્તે ઇન્ડિયા, કેસરી અને જબરિયા જોડી જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી. છેલ્લી વખત તેણે ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ જેવી સ્ત્રીલક્ષી ફિલ્મમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો –

Uttar Pradesh: RSS વડા મોહન ભગવતને મળ્યા CM યોગી, અડધો કલાક ચાલી ખાસ બેઠક, જાણો શું થઈ ખાસ ચર્ચા ?

આ પણ વાંચો –

આ 4 શાકભાજી ઘટાડે છે મોટાભાગના રોગોનું જોખમ! ફાયદા જાણીને તમે પણ આહારમાં લેવાનું શરુ કરી દેશો

આ પણ વાંચો –

દિવાળી પહેલા Gautam Adani લાવી શકે છે IPO, આ બે કંપનીઓ પણ ચાલુ મહિનામાં કમાણીની તક લાવે તેવા અનુમાન

g clip-path="url(#clip0_868_265)">