Parineeti-Raghav Engagement: પરિણીતી-રાઘવની સગાઈમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ, મહેમાનોને આ વાનગીઓ પીરસવામાં આવશે
Parineeti Chopra And Raghav Chadha Engagement: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં 150 મહેમાનો હાજરી આપવાના છે. કપલે મહેમાન માટે ખાસ વ્યવસ્થા કરી છે. તો જાણો મહેમાનો શું પીરસવામાં આવશે.
Parineeti Chopra And Raghav Chadha Engagement: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી તેમના જીવનની નવી સફર તરફ આગળ વધવા જઈ રહ્યા છે. આજે બંનેની સગાઈ છે, જેને લઈને સવારથી બંને ચર્ચામાં છે. સગાઈ ફંક્શન દિલ્હીના કનોટ પ્લેસના કપૂરથલા હાઉસમાં છે.
સગાઈનો કાર્યક્રમ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. રિપોર્ટ્સ મુજબ 8 વાગ્યે રિંગ સેરેમની થશે. સવારથી જ સગાઈના સ્થળના વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા છે. મહેમાનો પણ ત્યાં આવવા લાગ્યા છે.
150 મહેમાનો આપશે હાજરી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં લગભગ 150 મહેમાનો હાજરી આપવા જઈ રહ્યા છે, જેમાં પરિવાર, મિત્રો તેમજ રાજકારણથી લઈને બોલિવુડ સુધીની ઘણી મોટી હસ્તીઓ સામેલ છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દિલ્હી પહોંચી ચૂક્યા છે. આ સાથે જ પ્રિયંકા ચોપરા પણ દિલ્હી આવી છે. આ સિવાય કરણ જોહર, સાનિયા મિર્ઝાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ભાગ લે તેવી શક્યતા છે.
View this post on Instagram
મહેમાનો માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા
જ્યાં એક તરફ પરિણીતી બોલિવુડ અને બીજી તરફ રાઘવ ચઢ્ઢા રાજકારણમાં જાણીતું નામ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ આ ફંક્શનમાં આવનાર મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરી છે. રિપોર્ટ્સ મુજબ ફૂડ મેનુમાં ઘણી પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ છે, જેમાં ભારતીય વાનગીઓ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કબાબથી લઈને વેગન સુધીની દરેક વસ્તુ રાખવામાં આવી છે.
રિપોર્ટ મુજબ આ કાર્યક્રમ શીખ રિવાજો અનુસાર યોજાવા જઈ રહ્યો છે, જેની શરૂઆત અરદાસથી થશે. તે પછી બંને એકબીજાની રિંગ સેરેમની થશે. ફેન્સ ઘણા સમયથી બંનેની સગાઈની અટકળો લગાવી રહ્યા હતા અને આજે બંને સગાઈ કરવા જઈ રહ્યા છે.
સ્થળ પર મોબાઈલ ફોન પર પ્રતિબંધ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈના આયોજનની જવાબદારી સંભાળતી ઈવેન્ટ મેનેજમેન્ટ ટીમને તેમના મોબાઈલ ફોન જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે આ કપલની તેમની અંગત પળોની કોઈ તસવીરો લીક ન થાય.
આ પણ વાંચો : Parineeti-Raghav Engagement: કેટલા વાગે શરૂ થશે પરિણીતી-રાઘવની સગાઈનું ફંક્શન? આવવા લાગ્યા મહેમાનો
કેવી રીતે શરૂ થઈ પરિણીતી-રાઘવની લવસ્ટોરી?
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગયા વર્ષે પરિણીતી પંજાબમાં ફિલ્મ ચમકીલાનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે તેની અને રાઘવની મુલાકાત થઈ, ત્યારબાદ બંને વચ્ચે વાતચીતની આગળ વધી, જેણે પછી પ્રેમનું રૂપ લીધું.