AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parda Daari Song Out: નુસરત ભરૂચા અને અનુદનું રોમેન્ટિક ગીત ‘પર્દા દારી’ રિલીઝ, જાવેદ અલી અને ધ્વની ભાનુશાલીએ આપ્યો છે મધુર અવાજ

નુસરત (Nushrratt Bharuccha) આ ફિલ્મમાં એક કોન્ડોમ વેચનારની ભૂમિકામાં જોવા મળશે, જેને તેની કારકિર્દી આગળ વધારવા માટે તેના પરિવાર અને સાસરિયાઓ સાથે લડવું પડે છે.

Parda Daari Song Out: નુસરત ભરૂચા અને અનુદનું રોમેન્ટિક ગીત 'પર્દા દારી' રિલીઝ, જાવેદ અલી અને ધ્વની ભાનુશાલીએ આપ્યો છે મધુર અવાજ
Parda dari song of janhit mein jaari releaseImage Credit source: You Tube
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 6:13 PM
Share

જાવેદ અલીના (Javed Ali) અવાજથી સુશોભિત ફિલ્મ ‘પુષ્પા’નું ગીત ‘શ્રીવલ્લી’ માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું હતું. તેના ગીતોથી પ્રભાવિત થઈને, વિશ્વભરના લોકોએ ઘણી રીલ પણ બનાવી અને હવે તે ફિલ્મ ‘જનહિત મેં જારી’ના (Janhit Mein Jaari) રોમેન્ટિક ગીત ‘પર્દા દારી’ સાથે કમબેક કરી રહ્યો છે. આ ગીતમાં ધ્વની ભાનુશાળીએ તેને સપોર્ટ કર્યો છે. હિટ્ઝ મ્યુઝિક યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતમાં નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) અને અનુદ સિંહ જોવા મળી રહ્યા છે. આ ગીત માટે પહેલીવાર જાવેદ અલી અને ધ્વની ભાનુશાલી સાથે આવ્યા છે.

પ્રીની સિદ્ધાંત માધવ દ્વારા રચિત, સમીર અંજનના ગીતો સાથે, આ ગીત પ્રેમમાં પડવા અને તેને વિશ્વ સમક્ષ જાહેર કરવા વિશે વાત કરે છે. જય બસંતુ દ્વારા નિર્દેશિત આ સુંદર ગીત એકતાની લાગણીને વ્યાખ્યાયિત કરે છે.

આ ગીત વિશે વાત કરતાં જાવેદ અલી કહે છે, “જ્યારે રોમેન્ટિક ગીતોનો નશો ચઢે છે ત્યારે તે લાંબા સમય સુધી દિલ અને દિમાગમાં રહે છે. પ્રેમ ગીતો એક બીજા વિશે શું અનુભવે છે તે જાણવાની ખૂબ જ સુંદર રીત છે. ‘પર્દા દારી’ દ્વારા અમે એકતાના સારને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે અને મને આશા છે કે દર્શકો મને તે જ પ્રકારનો પ્રેમ અને પ્રશંસા આપશે જે તેઓએ હંમેશા મને આપ્યો છે.”

ધ્વની ભાનુશાલી કહે છે, “પર્દા દારીમાં એક સુંદર સહજ રાગ છે જે તમારા કાનને ખૂબ જ શાંત કરે છે. આ એક એવું ગીત છે જે ગાઈને તમારો મૂડ ઠીક કરી શકો છો. જાવેદ અલી સાથે આ ટ્રેક માટે ગાવું એ ગાવાનું શીખવા જેવું છે. અમે આ ગીતને સારૂ બનાવવા માટે અમારો જીવ લગાવી દીધો છે અને હવે અમે દર્શકોની પ્રતિક્રિયા જાણવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.”

નુસરત ભરૂચા કહે છે, પ્રેમ ગીતો હંમેશા મારા ફેવરિટ રહ્યા છે. જાવેદ અલી અને ધ્વનીના સુંદર મેલોડી અને દિલચસ્પ રાગે આ ગીતને વધુ સારું બનાવ્યું છે. ફિલ્મ જનહિત મેં જારીના સાઉન્ડટ્રેકમાંથી આ ગીત મારું પ્રિય છે.

આ ફિલ્મની વાર્તા દર્શકોને હસાવવાની સાથે-સાથે એક સંદેશ પણ આપશે. આ ફિલ્મમાં નુસરત એક કોન્ડોમ વેચનારની ભૂમિકામાં જોવા મળશે, જેને તેની કારકિર્દી આગળ વધારવા માટે તેના પરિવાર અને સાસરિયાઓ સાથે લડવું પડે છે. આ ફિલ્મ 10 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

‘પર્દા દારી’ ગીતનો સંપૂર્ણ વિડિયો અહીં જુઓ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">