Param Sundari Song: ‘મિમી’નું પ્રથમ સોન્ગ થયું રિલીઝ, Kriti Sanonએ કર્યો જબરદસ્ત ડાન્સ

ક્રિતી સેનન (Kriti sanon)ની ફિલ્મ મિમી (Mimi) 30 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ક્રિતીની સાથે પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Param Sundari Song: 'મિમી'નું પ્રથમ સોન્ગ થયું રિલીઝ, Kriti Sanonએ કર્યો જબરદસ્ત ડાન્સ
Kriti Sanon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:58 PM

બોલીવુડ અભિનેત્રી ક્રિતી સેનન (Kriti Sanon)ની ફિલ્મ મિમી (Mimi)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર બાદ હવે ફિલ્મનું પહેલું ગીત પરમ સુંદરી રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ક્રિતી જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ક્રિતીએ મિમીનું પહેલું ગીત પરમ સુંદરી સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેમણે ગીત શેર કરતી વખતે લખ્યું – પરમ સુંદરી અહીં છે. મિમી ફુલ ફોર્મમાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ અને જિયો સિનેમા પર 30 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

ક્રિતીના ગીતમાં જબરદસ્ત મુવ્સ જોયા બાદ ચાહકો તેમના દિવાના થઈ ગયા છે. તે તેમની પોસ્ટ પર પોતાને કમેન્ટ કરતા રોકી શક્તા નથી. એક ચાહકે ફાયર ઈમોજી પોસ્ટ કરી તો બીજાએ લખ્યું – ઉફ્ફ ડાન્સ મૂવ્સ. ચાહકો શું સેલેબ્સ પણ પોતાને કમેન્ટ કરતા રોકી શકતા નથી. આ ડાન્સ નંબરને એ. આર. રહેમાન (A. R. Rahman) દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે અને શ્રેયા ઘોષાલે ગાયું છે. ચાહકોને આ ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે.

ટ્રેલર ચાહકોને ગમ્યું

આ અઠવાડિયે ક્રિતીની ફિલ્મ મિમીનું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર બધાને પસંદ આવી રહ્યું છે. ક્રિતીની એક્ટિંગ અને પંકજ ત્રિપાઠીની કોમેડીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ટ્રેલર બાદ હવે દરેક લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરને મળેલા પ્રતિસાદ અંગે ક્રિતી સેનને કહ્યું હતું કે આ ખૂબ જ સરસ છે, હું આ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. મેં આમા વિશ્વાસ કરીને મારુ બધું આપ્યું છે.

ક્રિતીએ વધુમાં કહ્યું- મિમીએ મને મારી જાતમાં ઘણી ભાવનાઓને શોધવામાં મદદ કરી છે. હવે ટ્રેલર જોયા પછી લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે, તેનાથી આખી ટીમની પ્રશંસા થઈ રહી છે અને આનાથી હું ખૂબ જ ખુશ છું. તમને જણાવી દઈએ કે મિમીમાં ક્રિતીની સાથે પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi), મનોજ પાહવા (Manoj Pahwa), સુપ્રિયા પાઠક (Supriya Pathak) સહિત અનેક પાત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. તેનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતરેકરે કર્યું છે. ક્રિતી લક્ષ્મણ સાથે અગાઉ લુકા છુપ્પી (Luka Chuppi)માં પણ કામ કરી ચૂકી છે.

આ પણ વાંચો: Katrina Kaif Networth: ચાહકોનું દિલ જીતવા ઉપરાંત સારી કમાણી પણ કરે છે Katrina Kaif, જાણો કેટલા કરોડની છે માલિક

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">