AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh Nude Photoshoot : ‘સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટોથી થઈ છે છેડછાડ’, પોલીસ સામે રણવીરે કર્યો ખુલાસો

Ranveer Singh Nude Photoshoot : જો તસવીર સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું બહાર આવે છે, તો રણવીર સિંહને ક્લીનચીટ મળવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે તેના આધારે FIR નોંધવામાં આવી હતી.

Ranveer Singh Nude Photoshoot : 'સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટોથી થઈ છે છેડછાડ', પોલીસ સામે રણવીરે કર્યો ખુલાસો
Ranveer Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 9:23 AM
Share

ન્યૂડ ફોટોશૂટ કેસમાં (Nude Photo Case) બોલિવૂડ એક્ટર રણવીર સિંહે (Ranveer Singh) મુંબઈ પોલીસની સામે મહત્વનો ખુલાસો કર્યો છે. આ તસવીરના આધારે મુંબઈ પોલીસે 26 જુલાઈ 2022ના રોજ રણવીર સિંહ વિરુદ્ધ અશ્લીલતા માટે FIR નોંધી હતી. પરંતુ હવે તેણે દાવો કર્યો છે કે, આ ખાસ તસવીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી સાત તસવીરોનો ભાગ નથી. આ તસવીર સાથે સંપૂર્ણપણે છેડછાડ કરવામાં આવી છે.

રણવીરે તસવીરો સાથે છેડછાડ પર ઉઠાવ્યા છે સવાલ

સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો પૈકીની એક, જે અભિનેતા રણવીર સિંહના ન્યૂ યોર્ક સ્થિત પેપર મેગેઝિન માટેના “નગ્ન ફોટોશૂટ”નો ભાગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અને જેમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ કથિત રીતે દેખાતા હતા, તેને મોર્ફ કરવામાં આવ્યો છે એટલે કે તેની સાથે છેડછાડ કરવામાં આવ્યું છે અને તે તસવીરો તેની નથી. અભિનેતાએ 29 ઓગસ્ટના રોજ નોંધાયેલા નિવેદનમાં મુંબઈ પોલીસને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

રણવીરે અપલોડ નથી કરી તે તસવીર

આ તસવીરના આધારે મુંબઈ પોલીસે 26 જુલાઈએ રણવીર સિંહ વિરુદ્ધ અશ્લીલતાના આરોપમાં FIR નોંધી હતી. રણવીર સિંહે દાવો કર્યો હતો કે, આ ખાસ તસવીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી સાત તસવીરોનો ભાગ નથી.

રણવીર સિંહની તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હવે તસવીર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે કે, કેમ તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. જો તે બહાર આવ્યું કે ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે, તો રણવીર સિંહને ક્લીન ચિટ મળવાની સંભાવના છે. કારણ કે એફઆઈઆર એ આધાર પર નોંધવામાં આવી હતી કે ફોટોગ્રાફમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ દેખાતા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી તસવીરો અશ્લીલતાની વ્યાખ્યામાં આવતી નથી, કારણ કે તેનો કોઈ પ્રાઈવેટ પાર્ટ દેખાતો નથી.

રણવીરની તસવીરો અશ્લીલ નહોતી

એક અધિકારીએ કહ્યું કે, ‘તેમના નિવેદનમાં તેણે કહ્યું છે કે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી સાત તસવીરો અશ્લીલ નહોતી અને તેણે અન્ડરવેર પહેર્યું હતું. તેણે કહ્યું કે જે ફોટોગ્રાફમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેના ‘પ્રાઈવેટ પાર્ટ્સ દેખાતા હતા’ તે ફોટોશૂટનો ભાગ નથી. ફોટોશૂટ દરમિયાન લીધેલી તમામ તસવીરો તેણે અમને આપી. પોલીસ ટીમે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ તપાસી, જેમાં ફરિયાદીએ આપેલી તસવીર નથી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">