Shraddha Kapoor : સિદ્ધાંત જ નહિ શ્રદ્ધા કપૂરનું પણ ડ્રગ્સ કેસમાં નામ આવ્યુ હતુ, જાણો શું હતો મામલો

|

Jun 13, 2022 | 4:41 PM

મીડિયા રિપોર્ટસ અનુસાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૌત બાદ ડ્રગ્સ મામલે અનેક અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. જેમા શ્રદ્ધા કપુર(Shraddha Kapoor)નું નામ પણ સામેલ હતુ

Shraddha Kapoor : સિદ્ધાંત જ નહિ શ્રદ્ધા કપૂરનું પણ ડ્રગ્સ કેસમાં નામ આવ્યુ હતુ, જાણો શું હતો મામલો
સિંદ્ધાંત જ નહિ શ્રદ્ધા કપૂરનું પણ ડ્રગ્સ કેસમાં નામ આવ્યુ હતુ
Image Credit source: instagram

Follow us on

Shraddha Kapoor : બોલિવુડ સ્ટાર (Entertainment Industry) ની લાઈફ ફંકશન વિના અધુરી છે, જન્મદિવસ, ફિલ્મ પ્રમોશન હોય કે અન્ય કોઈ નાની -મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, અને આ પાર્ટીનો લાભ લેવાનું સેલિબ્રિટી છોડતા નથી, રેવ પાર્ટી (Rave Party) સામાન્ય થઈ ગઈ છે, આવી પાર્ટીમાં મોટા ભાગે ડ્રગ્સ જેવા નશીલા પર્દાર્થોનું સેવન કરતા સેલિબ્રટીની ધરપકડ કરવામાં આવે છે, બોલીવુડ અને ડ્રગ્સનો ખુબ જુનો સંબંધ છે. હાલમાં જ આર્યન ખાન બાદ શ્ર્દ્ધાકપૂર (Shraddha Kapoor) ના ભાઈ સિદ્ધાંતનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયુ છે.

તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપુરનો ભાઈ પણ હવે આ લિસ્ટમાં આવી ગયો છે,ચાલો જાણીએ કે, શ્રદ્ધા કપુરનું ડ્રગ્સ સાથે શું કનેક્શન હતુ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નિધન બાદ અનેક સેલિબ્રિટીના નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યા હતા.જેમાં એક નામ હતુ શ્રદ્ધા કપુર વર્ષ 2020માં કથિત રીતે ડ્રગ્સને લઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેત્રીની પુછપરછ કરી હતી.

 

 

પુછપરછમાં શ્રદ્ધા કપુરે એ વાત સ્વીકારી હતી કે,તે સુશાંત સાથે ફિલ્મ ‘છિછોરે’ની સક્સેસ પાર્ટીમાં ગઈ હતી. તે સક્સેસ પાર્ટી તેમના પવન ગેસ્ટહાઉસમાં યોજાઈ હતી. પરંતુ, શ્રદ્ધાએ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કર્યું ન હતું.

NCB આ અભિનેત્રીઓને સમન મોકલ્યું

સુશાંત સિંહ રાજપુતના નિધન દરમિયાન કેટલાક સેલિબ્રિટીના નામ સામે આવ્યા હતા.જેમા રિયા ચક્રવર્તી નામ સામેલ હતુ. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે રિયાના પણ પુછપરછ કરી હતી, શ્રદ્ધા સિવાય NCB સારા અલી ખાન, ક્રીતિ સૈનન અને દિપીકા પાદુકોણને સમન મોકલ્યું હતુ

બોલિવૂડમાં ડ્રગ્સનો કિસ્સો સામે આવવો એ હવે એટલો સામાન્ય બની ગયો છે કે આશ્ચર્ય થવું ખોટું છે. આ લિસ્ટમાં બોલિવૂડથી લઈને ટીવી સુધીના ઘણા સ્ટાર્સના નામ સામેલ છે, જેમાં એજાઝ ખાન, ગૌરવ દીક્ષિત અને અર્જુન રામપાલ, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, રકુલ પ્રીત સિંહ, અરમાન કોહલી, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાનનું નામ પણ સામે આવ્યું છે.

આ બધા નામો બાદ હવે શ્રદ્ધા કપુરના ભાઈનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ચૂક્યું છે, હાલમાં એનસીબી તેની પુછપરછ કરી રહી છે, તમને જણાવી દઈએ કે, બેંગલોર પોલીસ તરફથી મળતી માહિતી મુજબ સિદ્ધાંત કપૂરનું નામ કથિત રીત ડ્રગ્સ લેનાર 6 લોકોમાં સામેલ છે, અભિનેતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે જેમા ડ્રગ્સ લીધા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે,

Next Article