AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોરા ફતેહીને જોઈને રડી પડી એક ફેન, એક્ટ્રેસને પગે લાગી, વીડિયો થયો વાયરલ

નોરાનો (Nora Fatehi) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી તેના રિયાલિટી શો ઝલક દિખલા જા 10 ના સેટ પર જોવા મળી રહી છે. તેની એક મહિલા ફેન તેને મળવા આવે છે. નોરા ફેન તાન્યાને ગળે લગાવે છે. નોરા તેને ગળે લગાવે છે અને તે ફેન જોરથી રડવા લાગે છે.

નોરા ફતેહીને જોઈને રડી પડી એક ફેન, એક્ટ્રેસને પગે લાગી, વીડિયો થયો વાયરલ
Nora Fatehi with her fan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:42 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીના ઘણા ફેન્સ છે. સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ નોરા ફતેહીને ફોલો કરી રહ્યા છે. નોરા ફતેહી લાખો દિલોની ધડકન છે. પરંતુ તેની એક ફેને હદ પાર કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નોરા તેની સૌથી મોટી ફેનને મળી રહી છે. વીડિયોમાં નોરા ફતેહી તેના રિયાલિટી શો ઝલક દિખલા જા 10ના સેટ પર જોવા મળી રહી છે. તેની એક મહિલા ફેન તેને મળવા આવે છે. ફેન તેનું નામ તાન્યા કહે છે. આ પછી નોરા તાન્યાને ગળે લગાવે છે. નોરાએ એટલું જ કરતા જ તે ફેન જોરથી રડવા લાગે છે.

નોરા ફતેહીએ ફેન્સને પૂછ્યું કે શું તેને પણ ડાન્સ કરવાનું પસંદ છે? આના પર તાન્યાએ હા પાડી. ત્યારબાદ બંને કેમેરા માટે પોઝ આપે છે. બંને હાથ વડે હાર્ટ શેપ બનાવે છે. તાન્યા સ્માઈલ આપે છે અને નોરાના પગે લાગે છે, પછી જતી રહે છે. આ આખો વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

યુઝર્સને પસંદ આવી આ સ્ટાઈલ

વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, ‘કેટલું ક્યૂટ.’ બીજા યુઝરે લખ્યું, ‘નોરા ખૂબ જ સુંદર અને દયાળુ વ્યક્તિ છે. હું તને પ્રેમ કરું છું નોરા. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ખૂબ સારા છો નોરા’. વીડિયો પર ઘણા હાર્ટ ઇમોજી ઘણા ફેન્સે શેયર કર્યા છે.

નોરા ફતેહી મોરોક્કો અને કેનેડાની છે. તેણે હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. નોરાએ હિન્દી ફિલ્મ રોર: ટાઈગર્સ ઓફ ધ સબરબન્સથી ઓનસ્ક્રીન ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ 2014માં આવી હતી. બિગ બોસ 9માં ભાગ લઈને તેને ઓળખ મળી હતી. આ પછી નોરા જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં સાકી સાકી ગીતથી ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

હાલમાં નોરા ફતેહી ફિલ્મ થેંક ગોડમાં જોવા મળી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના માનિકે ગીતમાં નોરાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હાલમાં નોરા રિયાલિટી શો ઝલક દિખલા જા 10ને જજ કરી રહી છે. આ શોમાં તેની સાથે માધુરી દીક્ષિત અને કરણ જોહર છે.

g clip-path="url(#clip0_868_265)">