AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikki Tamboliના ‘છોરી’ ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, ફેન્સ થયા દિવાના

ગ્લોબલ દેશી રેકોર્ડ્સ દ્વારા પ્રસ્તુત "છોરી"ને (song chhori) શિખા કાલરા, અલીમ મોરાની અને પ્રતીક ચૌરસિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. સલમાન ખાન અને વરુણ ધવનની ઘણી ફિલ્મો માટે સંગીત અને ગીત લખનારા દાનિશ સાબરીએ આ ગીતના શબ્દો લખ્યા છે. આ ગીતને 10 લાખથી વધુ લોકોએ પસંદ કર્યું છે.

Nikki Tamboliના 'છોરી' ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, ફેન્સ થયા દિવાના
nikki tamboli tanmay singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:50 AM
Share

ગ્લોબલ દેશી રેકોર્ડ્સની પ્રથમ સિંગલ “છોરી” એ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ગીતના મ્યુઝિક વીડિયોમાં બિગ બોસ ફેમ નિક્કી તંબોલી અને પ્રતિભાશાળી અભિનેતા તન્મય સિંહ જોવા મળ્યા હતા. આ ગીતના ટીઝરને લોકોએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો. આ એક એવું ગીત છે જે ચોક્કસથી લોકોને નાચવા પર મજબૂર કરી દેશે. સલમાન ખાન અને વરુણ ધવનની ઘણી ફિલ્મો માટે સંગીત અને ગીત લખનારા દાનિશ સાબરીએ આ ગીતના શબ્દો લખ્યા છે. આ ગીતને 10 લાખથી વધુ લોકોએ પસંદ કર્યું છે.

સોનુ કક્કર અને વી કપૂર દ્વારા સ્વરબદ્ધ આ ગીત અસલમ ખાન અને રવિ અખારા દ્વારા નિર્દેશિત છે. ગીતના ઉત્સાહિત મૂડ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી રંગીન પૃષ્ઠભૂમિ પર ભવ્ય નિર્માણનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રાના અંગ્રેઝી ઢાબામાં ‘છોરી’ ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી, ત્યાં હાજર તમામ લોકોએ આ ગીત સાંભળ્યું અને આ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કર્યું.

‘છોરી’નો વીડિયો અહીં જુઓ

જાણો નિક્કી તંબોલીનું શું કહેવું છે

ગ્લોબલ દેસી રેકોર્ડ્સના શિખા કાલરા, અલીમ મોરાની અને પ્રતીક ચૌસરિયા કહે છે, “છોરી, આ ગીત જોશ અને જશ્નથી ભરપૂર છે. ગ્લોબલ દેસી રેકોર્ડ્સ માટે કેટલી શાનદાર શરૂઆત છે, અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં અમારી છાપ બનાવવા માટે તૈયાર છીએ.”

નિક્કી તંબોલી કહે છે કે, હું ખરેખર આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહી છું, કારણ કે મારી ડાન્સ પ્રત્યેની લગન અને પ્રેમ હજુ પણ વધી ગયો છે અને સદભાગ્યે આ ગીત એક ડાન્સ નંબર છે, લોકો આ ગીત પર ડાન્સ કરતા પોતાને રોકી શકતા નથી. મને ખાતરી છે કે મારા દર્શકોને આ ટ્રેક ચોક્કસ ગમશે.

તન્મય સિંઘ કહે છે, “નિક્કી તંબોલી સાથે આ ટ્રેક પર કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો અને અમે બંનેએ આ ગીતમાં અમારી એનર્જી અને ઉત્સાહને સંપૂર્ણ રીતે લાવવાનો પ્રયાસ કર્યો છે. અમને આશા છે કે તમને આ ગીત ગમશે.

સોનુ કક્કર કહે છે કે, આ ટ્રેકની શૈલીએ અમને ગાયક સાથે સંપૂર્ણ રીતે દિવાના બનાવી દીધા હતા. આ એક સંપૂર્ણ ‘મસાલા પાર્ટી’ ગીત છે અને તેને રેકોર્ડ કરવામાં ઘણી મજા આવી હતી.” વી કપૂર કહે છે, “છોરીના ગીતો દેશી અને અનોખા છે અને અમે આ વિશિષ્ટતાને અમારા ગીતના સ્વરમાં લાવીએ છીએ.” દિગ્દર્શકો અસલમ ખાન અને રવિ અખારા કહે છે, “છોરીમાં વપરાતા રંગો, તત્વો, પ્રોપ્સ અને આઉટફિટ્સ આ ટ્રેકના મૂડ અને વાઇબને પ્રતિબિંબિત કરે છે – તે વાઇબ્રન્ટ અને આકર્ષક છે અને પ્રેક્ષકોને ગીત ગમશે તેની ખાતરી છે.”

નિક્કી અને તન્મયની જોડી

ગ્લોબલ દેશી રેકોર્ડ્સ દ્વારા પ્રસ્તુત, “છોરી” શિખા કાલરા, અલીમ મોરાની અને પ્રતીક ચૌરસિયા દ્વારા નિર્મિત છે. સોનુ કક્કર અને વી કપૂરે ગાયેલા આ ગીતમાં તન્મય સિંહ અને નિક્કી તંબોલી જોવા મળે છે. અસલમ ખાન અને રવિ અખારા દ્વારા નિર્દેશિત મ્યુઝિક વીડિયો હવે ગ્લોબલ દેસી રેકોર્ડ્સ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">