AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nick Priyanka Net Worth: પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સંપત્તિ જાણીને થઈ જશો હેરાન, ફોર્બ્સ ઈન્ડિયાની લિસ્ટમાં પણ સામેલ છે ‘દેશી ગર્લ’

Priyanka and Nick Networth: બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના (Priyanka Chopra) પતિ અને હોલીવુડ સિંગર-એક્ટર નિક જોનસનો (Nick Joans) આજે જન્મદિવસ છે. પ્રિયંકા તેના કરતાનાના નિકનો જન્મદિવસ ઉજવી રહી છે. બંને અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમની જોડી ખૂબ જ લોકપ્રિય છે. પ્રિયંકા અને નિકને ખૂબ જ મોંઘી કારનો શોખ છે.

Nick Priyanka Net Worth: પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સંપત્તિ જાણીને થઈ જશો હેરાન, ફોર્બ્સ ઈન્ડિયાની લિસ્ટમાં પણ સામેલ છે 'દેશી ગર્લ'
Nick Priyanka Net WorthImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 6:53 PM
Share

Priyanka and Nick Networth: મનોરંજનની દુનિયામાં આવા ઘણા કપલ છે, જે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. આવું જ એક ફેમસ કપલ છે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને હોલીવુડ સિંગર-એક્ટર નિક જોનસ (Nick Jonas). આ કપલ હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે આ કપલની ગણતરી સૌથી અમીર કપલ્સમાં પણ થાય છે. પ્રિયંકા અને નિકની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે.

નિક અને પ્રિયંકા કમાણીના મામલે પણ લોકપ્રિય છે. પ્રિયંકા ફોર્બ્સ ઈન્ડિયાની 2019ની ટોપ 100 લિસ્ટમાં હતી. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ એક્ટ્રેસની વાર્ષિક આવક 23.4 કરોડ રૂપિયા હતી. આ લિસ્ટમાં પ્રિયંકા 14મા નંબરે હતી. જીક્યૂ મેગેઝિન 2020 મુજબ પ્રિયંકા અને નિકની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે. હોપર હેડક્વાર્ટરની રિચ લિસ્ટ મુજબ પ્રિયંકા 2.71 લાખ ડોલરની કમાણી સાથે 19માં નંબર પર હતી.

રિપોર્ટ મુજબ પ્રિયંકા દર વર્ષે 73 કરોડ રૂપિયા કમાય છે. સેલિબ્રિટી નેટ વર્થના રિપોર્ટ મુજબ નિકની વાર્ષિક આવક લગભગ 36 કરોડ રૂપિયા છે. ફોર્બ્સ ઈન્ડિયા 2019ના રિપોર્ટ મુજબ વાર્ષિક આવક લગભગ 23 કરોડ રૂપિયા છે.

પ્રિયંકાએ ખરીદ્યો છે 100 કરોડ રૂપિયાનો બંગલો

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ મુંબઈના જુહુમાં 100 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. પ્રિયંકા એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા લે છે. તે સ્ટેજ શો માટે રૂ. 5 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર સ્પોસર્ડ પોસ્ટ માટે રૂ. 1.80 કરોડ ચાર્જ કરે છે. આ સાથે કપલે લગ્ન બાદ લોસ એન્જલસમાં એક લક્ઝરી હાઉસ પણ ખરીદ્યું છે, જેની કિંમત 144 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

પ્રિયંકા ચોપરાએ ડેટિંગ એપ બમ્બલમાં પણ તેના મોટી રકમનું રોકાણ કર્યું હતું, જેના હાલમાં 100 મિલિયન યુઝર્સ છે. આ સાથે નિક જોનસ વિલા વન બ્રાન્ડના સહ-માલિક પણ છે. Tv9 આ કમાણીની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો: Nick Jonas Birthday: 14 વર્ષની ઉંમરે નિક જોનસને થયો હતો પ્રેમ, પ્રિયંકા પહેલા આ એક્ટ્રેસ સાથે હતો લવ

કાર ક્લેક્શન

પ્રિયંકા અને નિકને ખૂબ જ મોંઘી કારનો શોખ છે. પ્રિયંકાની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ઘોસ્ટ છે. કારની કિંમત 5.25 કરોડ રૂપિયા છે. BMW 5 સિરીઝની કારની કિંમત 58.70 લાખ રૂપિયા છે. BMW 7 સિરીઝની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસ પાસે પોર્શ કાયેન, મર્સિડીઝ બેન્ઝ ઈ-ક્લાસ, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ અને ઓડી ક્યૂ7 પણ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">