એકતા કપૂરના અરેસ્ટ વોરંટના સમાચારો છે ખોટા, ફિલ્મમેકરના વકીલનો દાવો

|

Oct 02, 2022 | 6:13 PM

બોલિવૂડ ફિલ્મમેકર એકતા કપૂર (Ekta Kapoor) અને તેની માતા શોભા કપૂર (Shobha Kapoor) વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવાના સમાચાર સતત ચર્ચામાં છે. આ દરમિયાન હવે એકતાના વકીલનું નિવેદન સામે આવ્યું છે.

એકતા કપૂરના અરેસ્ટ વોરંટના સમાચારો છે ખોટા, ફિલ્મમેકરના વકીલનો દાવો
ekta kapoor

Follow us on

બોલિવૂડ ફિલ્મમેકર અને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન એકતા કપૂર (Ekta Kapoor) અને તેની માતા શોભા કપૂર (Shobha kapoor) વિશે છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચારો સામે આવી રહ્યા હતા કે બંને વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના બેગુસરાયની એક અદાલતે એકતા કપૂરની વેબ સિરીઝ સામે અરેસ્ટ વોરંટ મોકલ્યું છે. સમાચાર મુજબ એકતા પર આરોપ છે કે તેણે આ વેબ સિરીઝમાં સૈનિકોની પત્નીની આપત્તિજનક તસવીર રજૂ કરવાની કોશિશ કરી છે. જેના કારણે બેગુસરાય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિકાસ કુમારની કોર્ટમાંથી વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

હવે આ સમાચારો વચ્ચે એકતા કપૂરના વકીલનું નિવેદન સામે આવ્યું છે. એકતા અને તેની માતા શોભા કપૂર સામેના તમામ આરોપોને નકારી કાઢતા, વકીલ કહે છે, “હાલના દિવસોમાં, બિહારના બેગુસરાયની એક મેજિસ્ટ્રેટ અદાલતે દ્વારા એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવાનો આરોપ લગાવવાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર લેખો જે ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિના વકીલના કથિત નિવેદનોના આધારે બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે, તે બધા સંપૂર્ણપણે ખોટા અને જૂઠાં છે, કારણ કે એકતા કપૂર અથવા શોભા કપૂરને કોઈ અરેસ્ટ વોરંટ પ્રાપ્ત થયું નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો સમગ્ર મામલાની વાત કરીએ તો આ આખો મામલો એકતા કપૂરની વેબ સિરીઝ ‘ટ્રિપલ એક્સ સીઝન 2’માં બતાવવામાં આવેલા કેટલાક સીનનો છે. સિરીઝની સ્ટોરીમાં 2 સૈનિકોની પત્નીઓના અપત્તિજનક સીન બતાવવામાં આવ્યા છે. સ્ટોરી મુજબ સૈનિકો દેશની સુરક્ષા માટે તેમની ડ્યુટી પર જાય છે, તેમના ગયા પછી, બંનેની પત્નીઓ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધો બનાવે છે.

તમને જણાવી દઈએ કે 6 જૂન 2020ના રોજ પૂર્વ સૈનિક શંભુ કુમાર તરફથી સીજીએમ કોર્ટમાં એક ફરિયાદ પત્ર દાખલ કરવામાં આવ્યો હતો. શંભુ સિવાય ઘણા ભૂતપૂર્વ સૈનિકો માને છે કે આ સિરીઝ તેમની અને તેમના પરિવારની છબીને ખરાબ કરે છે. આવી વેબ સિરીઝ જોવાથી સમાજમાં ખોટો સંદેશ જશે. આ બધું જોઈને લોકો ખૂબ ગુસ્સામાં છે. લોકોનું કહેવું છે કે એકતા કપૂરની આ વેબ સિરીઝ કોઈ એડલ્ટ વીડિયો કરતા ઓછી નથી.

Next Article