રણવીર સિંહની ફિલ્મ પદ્માવતના ‘નૈનોવાલે ને’ ગીત પર મૌની રોયે લગાવ્યા ઠુમકા

|

Feb 20, 2022 | 4:57 PM

મૌની રોયે તાજેતરમાં 'નૈનોવાલે ને' ગીત પર ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ તેના શાખા-પોલાને પણ બતાવ્યો છે, જે બંગાળી બંગડીઓ છે.

રણવીર સિંહની ફિલ્મ પદ્માવતના નૈનોવાલે ને ગીત પર મૌની રોયે લગાવ્યા ઠુમકા
New bride Mouni Roy flaunts shakha-pola as she gracefully grooves to Nainowale Ne (Image-Instagram)

Follow us on

મૌની રોયે તાજેતરમાં ‘નૈનોવાલે ને’  ગીત પર ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ તે ડાન્સમાં શાખા-પોલાને એટલે કે બંગાળી બંગડીઓને પણ બતાવી છે. મૌની રોય માત્ર એક સારી અભિનેત્રી ઉપરાંત તે એક  સુંદર ડાન્સર પણ છે. તે દરેક વખતે પોતાના ડાન્સ મુવ્સથી બધાને પાછળ રાખી દે છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સુંદર ડાન્સનો વીડિયો શેર કર્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ પદ્માવતના ‘નૈનોવાલે ને’ (Nainowale ne) ધૂન તેને ગમી ગઈ હતી અને તે ગીત પર તેને ડાન્સ પણ કર્યો. આ ગીતને નીતિ મોહને સ્વર આપ્યો છે.

મૌની રોય શાખા-પોલા સાથે

મૌનીએ 27 જાન્યુઆરી, 2022ના રોજ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા. તેઓએ મલયાલી અને બંગાળી પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા છે. મૌનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરેલા વિડિયોમાં અભિનેત્રી બંગાળી બંગડીઓને એટલે કે શાખ-પોલાને બતાવતી જોઈ શકાય છે. તેણીએ પદ્માવતના ‘નૈનોવાલે ને’ની ધૂન પર પણ સુંદર ડાન્સ પણ કર્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રતિક ઉતેકરે પણ આ વીડિયો શેર કર્યો

ભારતના બેસ્ટ ડાન્સરનો રનર અપ પ્રતિક ઉતેકરે પણ આ જ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “મારી નૈનોવાલે છોકરી @imouniroy આસપાસ હોવું એ માત્ર ખુશીની વાત છે.

હવે, મૌની રોય ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ 5’ માટે જજ તરીકે ઓન-બોર્ડ આવી રહી છે. ડાન્સ આધારિત રિયાલિટી શોનો પ્રોમો તાજેતરમાં મૌની દ્વારા Instagram પર શેર કરવામાં આવ્યો હતો. તેને શેર કરતી વખતે અભિનેત્રી પણ આ શોનો ભાગ બનવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મૌનીએ લખ્યું, “આ પેનલનો ભાગ બનવા માટે રોમાંચિત અને સન્માનિત છું અને મને આ શો હંમેશા ખૂબ જ ગમ્યો છે. તેનો શો 12 માર્ચ, 2022ના રોજ પ્રીમિયર થશે.

આ પણ વાંચો: Web Series: આ અઠવાડિયે OTT પર મળશે ધમાકેદાર મનોરંજન, જાણો કઇ કઇ સીરીઝ થઇ રિલીઝ

આ પણ વાંચો: Web series : ફેન્સ હવે આશ્રમ, છોટે યાદવ સહીત 6 વેબસીરીઝ્ની નવી સિઝનનો માણી શકશે આનંદ, વાંચો લિસ્ટ

Next Article