AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેટીઝન્સે દીપિકા પાદુકોણને ફરીથી ‘બેડ ફેશન ચોઈસ’ માટે કરી ટ્રોલ

કેટલાક ચાહકોએ તેના આ એરપોર્ટ લૂકના વખાણ પણ કર્યા હતા. એક ચાહકે કહ્યું કે, "અને આપણી રાણી અહીં છે!! તે ખૂબ સુંદર લાગે છે!" "તેનું સ્મિત શ્રેષ્ઠ છે!"

નેટીઝન્સે દીપિકા પાદુકોણને ફરીથી ‘બેડ ફેશન ચોઈસ’ માટે કરી ટ્રોલ
Deepika Padukone's Viral Video Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 12:11 AM
Share

બોલિવૂડની કવીન ગણાતી અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને તેનો પતિ રણવીર સિંહ (Ranveer Singh) હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. તેઓ બંને તેમની વિયર્ડ ફેશન સેન્સ માટે હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં રહે છે. તેમ છતાં પણ આ સ્ટાર કપલ તેમની મનપસંદ સ્ટાઈલ વારંવાર કેરી કરતા રહે છે. તેમણે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી નેગેટિવ કમેન્ટ્સથી બિલકુલ ફરક પડતો નથી.

દીપિકા પાદુકોણ તાજેતરમાં આ બ્લુ ડેનિમ બોડીસ્યૂટ અને બ્લુ ડેનિમ લૂકમાં નજર આવી હતી. તેણી તે સમયે તેની ફિલ્મ ‘ગહેરાઈયાં’નું પ્રમોશન કરી રહી હતી. ચાહકોને તેનો આ લુક ખૂબ જ કીલર અને આકર્ષક લાગી રહ્યો છે. પરંતુ નીચે કમેન્ટ્સ જોતાં નથી લાગી રહ્યું કે ફેશન પોલીસને દીપિકાની આ આઉટફિટ ચોઈસ પસંદ આવી હોય. અમુક યુઝર્સ તેણી સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.

દીપિકા પાદુકોણના લેટેસ્ટ લુકને દર્શાવતા એક વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, “શું તે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી રહી છે.” જ્યારે બીજાએ કહ્યું કે, “લાગે છે કે ઉર્ફી જાવેદે પણ આવું કંઈક પહેર્યું હશે.” ત્રીજી કોમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે, ”આ ફેશન આઈકોન છે  ઈન્ડિયાની… આવા વાહિયાત ફેશન ટ્રેન્ડ્સ જો ઇંડિયન ગર્લ્સ ટ્રાઇ ના જ કરે તો વધુ સારું રહેશે.” જ્યારે ચોથા યુઝરે લખ્યું કે, ”તેણી કેમ વારંવાર ઉર્ફી જાવેદની જેમ આવા વિચિત્ર કપડાં પહેરીને જાહેરમાં આવતી રહે છે.”

હવે વાત કરી દીપિકા પાદુકોણના બીજા લુકની તો તેમાં દીપિકા તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ માટે સ્પેન જવા રવાના થઈ હતી. દીપિકા પાદુકોણે એરપોર્ટ પર પાપારાઝી માટે અલગ-અલગ પોઝ આપ્યા હતા. તેની મુસાફરી માટે દીપિકાએ લાલ રંગનું સ્વેટશર્ટ, લાલ રંગનું લેધર પેન્ટ અને લાલ રંગની કેપ પહેરી હતી. તેણીએ તેના વાળ બનમાં બાંધ્યા હતા, અને ઓલ રેડ નિયૉન લુક પૂર્ણ કરવા માટે તેણીએ પિન્ક કલરની હિલ્સ અને રેડ કલરની હેન્ડબેગ કેરી કરી હતી.

દીપિકાના આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ચાહકોએ તેણીના પોશાક વિશે અનેક ફની સ્લોગન્સ પણ બનાવ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, “આ કોઈ સુપર અનકમ્ફર્ટેબલ એરપોર્ટ આઉટફિટ જેવું લાગે છે.” જ્યારે બીજે કહ્યું કે, “ઝોમેટો ડિલિવરી” જ્યારે ત્રીજાએ કહ્યું, “ઝોમેટો ગર્લ.” એક વ્યક્તિએ ટિપ્પણી કરી, “ફોર્મ્યુલા 1 ડ્રાઈવર જેવી તેણી લાગે છે.”

તેના કેટલાક ચાહકોએ તેના પતિ અને લોકપ્રિય અભિનેતા રણવીર સિંહની વિયર્ડ ફેશન ચૉઈસનો પણ ઉલ્લેખ કર્યો હતો. “શું તેનો સ્ટાઈલિશ હવે રણવીર સિંહ છે?” એક યુઝરે પૂછ્યું. “પતિની ફેશન સેન્સ તેના પર ઘસડી રહી છે,” બીજા વ્યક્તિએ ટિપ્પણી કરી. “હવે તે રણવીરની પત્ની જેવી લાગે છે,” ત્રીજા વ્યક્તિએ કહ્યું. “હવે આપણે કહી શકીએ કે તે રણવીર સિંહની પાર્ટનર છે,” એક ચાહક આવું જણાવી રહ્યો છે.

જો કે, કેટલાક ચાહકોએ તેના આ એરપોર્ટ લૂકના વખાણ પણ કર્યા હતા. એક ચાહકે કહ્યું કે, “અને આપણી રાણી અહીં છે!! તે ખૂબ સુંદર લાગે છે!” “તેનું સ્મિત શ્રેષ્ઠ છે!” બીજા ચાહકે કહ્યું, “હોટ! તેણી આ રેડ નિયૉન હોટ આઉટફિટમાં પોતાને ખૂબ સારી રીતે રિપ્રેઝન્ટ કરી રહી છે,” તેણીના બીજા ચાહકે જણાવ્યું હતું.

આ પણ વાંચો – Bollywood: દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઈયાં’ પર કંગના રનૌતની પ્રતિક્રિયા, જૂઓ શું કહ્યું?

g clip-path="url(#clip0_868_265)">