હનુમાનદાદા સામે Nawazuddin siddiqui એ કર્યા નમન, સાઉથ ડેબ્યુ માટે એક્ટર તૈયાર

|

Jan 29, 2023 | 1:06 PM

બોલિવૂડ એક્ટર Nawazuddin siddiquiએ હિન્દી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. તે હંમેશા પડકારરૂપ પાત્રો ભજવવા માટે જાણીતો છે. હવે એક્ટર સાઉથમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

હનુમાનદાદા સામે Nawazuddin siddiqui એ કર્યા નમન, સાઉથ ડેબ્યુ માટે એક્ટર તૈયાર
Nawazuddin Siddiqui

Follow us on

Nawazuddin Siddiqui South Debut : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની પ્રતિભાથી પોતાનું સ્થાન હાંસલ કર્યું છે અને દરેક વધતી જતી ફિલ્મ સાથે તેનું પણ માન વધી રહ્યું છે. અભિનેતા પડકારરૂપ પાત્રો ભજવવા માટે જાણીતા છે અને હંમેશા ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે. હવે હિન્દી દર્શકોને પોતાના ફેન બનાવ્યા બાદ નવાઝુદ્દીન સિદ્દીકી સાઉથ તરફ વળ્યા છે. તાજેતરમાં જ તે તેની આગામી સાઉથ ડેબ્યૂ ફિલ્મનો ભાગ બન્યો અને કાસ્ટમાં જોડાયો. આ સાથે તેમણે કલાકારો સાથે ભગવાન હનુમાનના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો : Nawazuddin Siddiqui ની માતાએ અભિનેતાની બીજી પત્ની વિરુદ્ધ FIR નોંધાવી, લગાવ્યો આ આરોપ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નવાઝે તસવીરો કરી છે શેર

નવાઝે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સાઉથના સુપરસ્ટાર્સ સાથે તેની ખાસ બોન્ડિંગ દેખાઈ રહી છે. નવાઝે કુલ ત્રણ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તે ફિલ્મના કલાકારો સાથે જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં તે દગ્ગુબાતી વેંકટેશ સાથે જોવા મળે છે. ત્રીજી તસવીરમાં તે ભગવાન હનુમાનની પૂજા કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે.

હનુમાનજીના કર્યા દર્શન

ફોટા શેર કરતા નવાઝુદ્દીન સિદ્દીકીએ લખ્યું – તેમની 75મી ફિલ્મ Saindhav માટે એનર્જેટિક @VenkyMama (વેંકટેશ) સાથે કોલાબોરેટ કરવું અદ્ભુત છે. તેનું નિર્દેશન કોલનુ શૈલેષ કરી રહ્યા છે. બધાનો આભાર. હું મારા તેલુગુ ડેબ્યૂને લઈને ઉત્સાહિત છું. ફોટામાં નવાઝનું સાઉથ સુપરસ્ટાર્સ સાથે મજબૂત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. તે નાગા ચૈતન્ય અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી સાથે દેખાયો.

હીરોપંતી 2માં આવ્યા હતા નજર

સૈંધવ ફિલ્મ વિશે વાત કરીએ તો તે એક એક્શન ડ્રામા પૈન ભારત ફિલ્મ છે. આમાં સાઉથનો મેગાસ્ટાર વેંકટેશ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્માણ વેન્કેટ બોયનપલ્લી કરી રહ્યા છે. નવાઝની વાત કરીએ તો તે આ પહેલા ફિલ્મ હીરોપંતી 2માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં હતા. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે હિન્દી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યા પછી અભિનેતા તેના સાઉથ ડેબ્યૂમાં શું કમાલ કરે છે.

Next Article