AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Awards 2022 : આ દિવસે વિનર્સને આપવામાં આવશે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, જાણો તમામ માહિતી

આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની (National Awards) પસંદગી માટેની જ્યુરીનું નેતૃત્વ ફિલ્મ નિર્દેશક વિપુલ શાહે કર્યું હતું. આ જ્યુરીમાં નિશિગંધા, એસ થંગાદુરાઈ, વીએન આદિત્ય જેવા ઘણા દિગ્ગજ કલાકારો સામેલ હતા.

National Awards 2022 : આ દિવસે વિનર્સને આપવામાં આવશે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, જાણો તમામ માહિતી
National Awards
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 4:34 PM
Share

30 સપ્ટેમ્બર 2022 ના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું (National Awards 2022) આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહનું આયોજન કેન્દ્ર સરકારના ગ્રામ અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ ખાસ અવસર પર આપણે હિમાચલ પોલીસ બેન્ડ ‘હારમની ઓફ પાઈન’ પરફોર્મ કરતા જોઈશું. આ પહેલા આ બેન્ડે કલર્સ ટીવીના ‘હુનરબાઝ’માં પરફોર્મ કર્યું હતું. 30 સપ્ટેમ્બરે યોજાનાર આ એવોર્ડ સમારોહમાં આ વખતે સાઉથની ફિલ્મોનો દબદબો રહ્યો છે. વિજેતાઓની લિસ્ટમાં 2020ની ફિલ્મોના નામ પણ સામેલ છે કારણ કે કોરોનાને કારણે 2 વર્ષથી નેશનલ એવોર્ડનું (National Awards) આયોજન કરવામાં આવ્યું ન હતું.

આ વર્ષે આ ફિલ્મોને મળ્યા છે એવોર્ડ

તમિલ ફિલ્મ ‘સૂરરાઈ પોટ્ટરુ’ને આ વર્ષની બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સુર્યા અને અપર્ણા બાલામુરલી લીડ રોલમાં જોવા મળી હતી. આ બંનેને બેસ્ટ એક્ટિંગના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે. અજય દેવગનને તાનાજી ફિલ્મ માટે બેસ્ટ અભિનયનો એવોર્ડ મળ્યો છે.

રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવશે સન્માન

સરકાર તરફથી નેશનલ એવોર્ડ એટલે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફિલ્મની સ્ટોરી અને તેમાં વપરાયેલી ટેકનિકલ સંપન્નતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવે છે. સામાજિક વિષયો પર બનેલી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે પણ આ પુરસ્કારો આપવામાં આવે છે. નેશનલ એવોર્ડનો ઉદ્દેશ્ય આપણા દેશની અલગ અલગ સંસ્કૃતિઓને પ્રોત્સાહિત કરવાનો છે. તેમનું કહેવું છે કે આનાથી ભારતની એકતા અને અખંડિતતાનું પણ સન્માન થશે. ભારતના રાષ્ટ્રપતિના હસ્તે સિનેમા જગતમાં બેસ્ટ કામ કરનારા એક્ટર્સને અને ‘બિહાઈન્ડ ધ કેમેરા’ કામ કરનારા લોકોને એવોર્ડ આપવામાં આવે છે.

જ્યુરી કરે છે નેશનલ એવોર્ડના વિજેતાઓની પસંદગી

આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની પસંદગી માટેની જ્યુરીનું નેતૃત્વ ફિલ્મ નિર્દેશક વિપુલ શાહે કર્યું હતું. જ્યુરીમાં નિશિગંધા, એસ થંગાદુરઈ, વીએન આદિત્ય, ધરમ ગુલાટી, જીએસ ભાસ્કર, એસ કાર્તિક, સંજીવ રતન, શ્રીલેખા મુખર્જી અને વિજી તંપી જેવા દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યા છે. એવોર્ડ વિશે વાત કરીએ તો ફીચર ફિલ્મ સેક્શન અને નોન-ફીચર ફિલ્મ મળીને 8 કેટેગરી માટે સ્વર્ણ કમલને આપવામાં આવે છે. અન્ય કેટેગરીમાં રજતને કમળ પુરસ્કારના રૂપમાં આપવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">