પોસ્ટપોન થયો નેશનલ સિનેમા ડે, નહિ મળે 75 રૂપિયામાં ટિકિટ, જાણો શું છે કારણ

|

Sep 14, 2022 | 3:27 PM

નેશનલ સિનેમા ડે (National Cinema Day) પહેલા 16 સપ્ટેમ્બરે મનાવવામાં આવતો હતો, પરંતુ હવે તેને 23 સપ્ટેમ્બરે પોસ્ટપોન રાખવામાં આવ્યો છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એક નોટ જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ આ પગલું કેમ ભર્યું.

પોસ્ટપોન થયો નેશનલ સિનેમા ડે, નહિ મળે 75 રૂપિયામાં ટિકિટ, જાણો શું છે કારણ
Brahmastra

Follow us on

નેશનલ સિનેમા ડે (National Cinema Day) પહેલા 16 સપ્ટેમ્બરે સેલિબ્રેટ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતાને ધ્યાનમાં રાખીને હવે 23 સપ્ટેમ્બર સુધી પોસ્ટપોન રાખવામાં આવ્યો છે. નેશનલ સિનેમા ડેની 16 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ દિવસે ઘણી મલ્ટીપ્લેક્સ ચેઈન પ્રેક્ષકોને 75 રૂપિયાની ટિકિટ ઓફર કરશે, પરંતુ હવે આ દિવસને પોસ્ટપોન રાખતા મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એક નોટ જાહેર કરી છે.

નેશનલ સિનેમા ડે થયો પોસ્ટપોન

સોશિયલ મીડિયા પર જાણકારી આપતા તેમને લખ્યું કે ઘણા સ્ટેક હોલ્ડર્સની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને નેશનલ સિનેમા ડેને પોસ્ટપોન રાખવામાં આવ્યો છે. વધુમાં વધુ મલ્ટિપ્લેક્સ ચેઇન્સે આમાં ભાગ લેવો જોઇએ, આ વિશે પણ બાબતો નક્કી કરવામાં આવી છે. જો જોવામાં આવે તો ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થયા બાદ ફરી એકવાર થિયેટરોમાં ભીડ પરત ફરી રહી છે. થિયેટર માલિકો તેમના શેર વધારવા માંગે છે, તેથી તેઓએ નેશનલ સિનેમા ડે પોસ્ટપોન રાખવા વિનંતી કરી છે. લાંબા સમય બાદ ઓડિયન્સ થિયેટરોમાં પરત ફરી છે. તેથી હવે 23 સપ્ટેમ્બરે આ નેશનલ સિનેમા ડે સેલિબ્રેટ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વર્ષ 2022નું હિન્દી સિનેમા માટે કંઈ ખાસ રહ્યું નથી. માત્ર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી શકી. આ સિવાય જે પણ ફિલ્મો રીલિઝ થઈ, તે કોઈ પોતાનો જાદુ દર્શકો પર ચલાવી શકી નથી. મોટા સ્ટાર્સ પણ કંઈ કરી શક્યા નથી. તે દર્શકોનું દિલ જીતવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. હાલમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ હતી, જેના ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શને ટ્રેડર્સના હોશ ઉડાવી દીધા હતા. દર્શકોને આ ફિલ્મ પસંદ આવી છે. ‘બ્રહ્માસ્ત્ર’ના રિલીઝને ચાર દિવસ થયા છે અને અત્યાર સુધીમાં તેણે 143 કરોડનું ડોમેસ્ટિક માર્કેટ કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વિદેશમાં 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સિનેમા ચેઇન્સમાં પીવીઆર, આઈનોક્સ, કાર્નિવલ, સિનેપોલિસ, મિરાજ, સિનેપ્રાઈડ, એશિયન, મુક્તા એ2, વેવ, મૂવીટાઈમ, એમ2કે, ડિલાઇટ અને ઘણા વધુ થિયેટરો નેશનલ સિનેમા ડે પર રૂ. 75 ની ટિકિટ ઓફર કરવા જઇ રહ્યા છે. નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી જ્યાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યાં ‘બ્રહ્માસ્ત્ર’ એ દરેક માટે એક આશા લઈને આવ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગ્લોબલ લેવલ પર કંઈક સારું કરી રહી છે. પરંતુ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સિનેમામાં ‘કેજીએફ: ચેપ્ટર 2’ અને ‘આરઆરઆર’ એ બોક્સ ઓફિસ પર સારું ક્લેક્શન કર્યું હતું. આમાં હોલીવુડની કેટલીક ફિલ્મો પણ સામેલ છે.

Next Article