પત્નીથી લઈ દીકરા અને પૌત્રવધુ કરે છે ફિલ્મોમાં કામ, આવો છે નાગાર્જુનનો પરિવાર

નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઓક્ટોબર 2021માં છૂટાછેડા લઈને અલગ થવાનો નિર્ણય લીધો હતો. ચાલો આજે આપણે જાણીએ નાગાર્જુન (Nagarjun family Tree)ના પરિવાર વિશે.

પત્નીથી લઈ દીકરા અને પૌત્રવધુ કરે છે ફિલ્મોમાં કામ, આવો છે નાગાર્જુનનો પરિવાર
| Updated on: Aug 29, 2025 | 1:13 PM

Nagarjun family Tree : પીઢ અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં દિગ્ગજ અભિનેતા અને નિર્માતા હતા. અભિનેતાએ ફિલ્મ ઉદ્યોગમાં તેની 75 વર્ષની કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. અક્કીનેની નાગેશ્વર રાવનો જન્મ 20 સપ્ટેમ્બર 1924ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માત્ર 10 વર્ષની ઉંમરે થિયેટરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તે સ્ત્રી ભૂમિકાઓ ભજવતો હતો, કારણ કે તે સમયે મહિલાઓને અભિનય કરવાની મંજૂરી ન હતી.

આ પણ વાંચો : Kamal Haasan Family Tree : કમલ હાસન રિયલ લાઈફમાં રહ્યા અસફળ, 2 લગ્ન બાદ આજે પણ છે સિંગલ Chachi 420 જાણો તેના પરિવાર વિશે

મશહુર પરિવારોમાંથી એક નાગાર્જુનનો પરિવાર

કનકતાર, વિપ્રનારાયણ, તેલુગુ તલ્લી, હરિશ્ચંદ્ર વગેરે જેવા તેમના નાટકોમાં તેમની કળાની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓ જોવા મળી હતી. તેનો પરિવાર ફિલ્મ ઉદ્યોગના કેટલાક મશહુર પરિવારોમાંથી એક છે. ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અક્કિનેની નાગેશ્વર રાવ પરિવાર પણ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે. અભિનેતાના લગ્ન અન્નપૂર્ણા કોલીપારા સાથે થયા હતા. તેના 5 બાળકો અક્કિનેની નાગાર્જુન, અક્કિનેની વેંકટ રત્નમ, સરોજા અક્કિનેની, સત્યવતી અક્કિનેની અને નાગા સુશીલ અક્કિનેની હતા.

 

અભિનેતાએ પ્રથમ લગ્ન લક્ષ્મી દગ્ગુબાતી સાથે કર્યા

એએનઆરના તમામ બાળકોમાં અક્કિનેની નાગાર્જુન ફિલ્મ ઉદ્યોગમાં તેના સૌથી લોકપ્રિય કલાકાર છે. નાગાર્જુન તેલુગૂ ઈન્ડસ્ટ્રીમાં ખુબ ફેમસ છે. તે બે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે, અભિનેતાએ પ્રથમ લગ્ન લક્ષ્મી દગ્ગુબાતી સાથે કર્યા હતા. જેને એક પુત્ર છે નાગા ચૈતન્ય જે ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો છે. નાગાર્જુને લક્ષ્મી સાથે તલાક બાદ અલા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી પણ તેને એક પુત્ર છે જેનું નામ અખિલ અક્કિનેની છે.

આ પણ વાંચો : Rajinikanth Family Tree : તમિલ ઈન્ડસ્ટ્રીનો શક્તિશાળી પરિવાર, પુત્રી કરી ચૂકી છે પિતાના ફિલ્મનું નિર્દેશન જમાઈનો પણ રહ્યો છે ઈન્ડસ્ટ્રીમાં દબદબો

લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા

સાઉથ ઈન્ડસ્ટ્રીની ડેશિંગ કપલ સામંથા અને નાગા ચૈતન્યએ અલગ થઈ ગયા છે. સામંથા અને ચૈતન્ય નગા એવું યુગલ છે જેઓ એકબીજા માટે અપ્રતિમ લાગણી ધરાવતા હતા, તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા અને લગ્નમાં 10 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી હતી તેમનું 40 દિવસ સુધી હનિમૂન મનાવ્યું હતું અને તેઓ 4 વર્ષમાં જ છૂટા પડી ગયા હતા.

અમે વાત કરી રહ્યા છીએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કીનેનીની. અખિલે ઘણી ઓછી ફિલ્મો કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ તેમના જીવનની સ્ટોરી જે સૌને સૌથી વધુ યાદ છે તે છે તેમના લગ્ન તૂટવાની.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:55 am, Sat, 22 July 23