શાબાશ મિથુમાં બનેલી ‘ઝુલન ગોસ્વામી’ કોણ છે જાણો, અનુષ્કા શર્માને આપી શકશે ટક્કર?

|

Jun 22, 2022 | 4:28 PM

શાબાશ મિથુ ફિલ્મમાં એક નવો ચહેરો ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળવાનો છે. આ એક્ટ્રેસ પ્રખ્યાત જાદુગર પીસી સરકાર જુનિયરની પુત્રી મુમતાઝ સરકાર (Mumtaz Sorcar) છે.

શાબાશ મિથુમાં બનેલી ઝુલન ગોસ્વામી કોણ છે જાણો, અનુષ્કા શર્માને આપી શકશે ટક્કર?
Mumtaz Sorcar

Follow us on

તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ શાબાશ મિથુનું (Shabaash Mithu) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ક્રિકેટર અને કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં તાપસીએ મિતાલી રાજનો રોલ કર્યો છે. આ વખતે ફિલ્મમાં એક નવો ચહેરો ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળવાનો છે. આ એક્ટ્રેસ પ્રખ્યાત જાદુગર પીસી સરકાર જુનિયરની પુત્રી મુમતાઝ સરકાર (Mumtaz Sorcar) છે. ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં બોલિવૂડની હિટ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનો રોલ કરવા માટે તૈયારી કરી રહી છે. આ માટે અનુષ્કા શર્માએ તેના દેખાવ, ચાલ, ક્રિકેટ ટ્રિક્સ અને સ્પીચ પર કામ કર્યું છે. તે ઝુલન ગોસ્વામીના કેરેક્ટરમાં આવવા માટે સખત મહેનત કરી રહી છે.

મુમતાઝની ડિટેલ્સની વાત કરીયે તો તે એક બંગાળી એક્ટ્રેસ છે જેણે બાંગ્લાદેશની પોપ્યુલર સિંગર મહરીનના મ્યુઝિક વિડિયોથી તેની તેના કરિયરની શરૂઆત કરી હતી. તેના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2010 માં બંગાળી ફિલ્મ 033 થી શરૂ થઈ હતી. આ પછી મુમતાઝ પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી. તે છેલ્લા 14 વર્ષથી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

મુમતાઝે મુખ્યત્વે બંગાળી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. તેના કરિયરની શાબાશ મિથુ બીજી હિન્દી ફિલ્મ છે. અગાઉ તે સાલા ખડૂસમાં લક્ષ્મીના રોલમાં જોવા મળી હતી. શાબાશ મીઠુમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીના મહત્વપૂર્ણ કેરેક્ટર સાથે મુમતાઝ બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવી શકે છે કે નહિ તે જોવાનું રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મુમતાઝ સરકારના ફિલ્મી કરિયર પર નજર કરીએ તો તેણે મુસલમાનીર ગાલ્પો, કોલકાતાર જોંગોલે, રાજબાડીર રહસ્ય, ભૂતેર ભવિષ્યત, જ્વાલા, હાફ સીરિયસ, આશ્ચોર્ય પ્રોદીપ, કંચનજંગા એક્સપ્રેસ, ડાર્ક ચોકલેટ, જોલે જોંગોલે જેવી ઘણી શાનદાર બંગાળી ફિલ્મોમાં પોતાના અભિનયને એક નવી દિશા આપી. મોટા પડદા સિવાય તે બંગાળી ડેઈલી સોપનો પણ ભાગ રહી ચુકી છે.

મુમતાઝ સરકાર કોલકાતાની છે. જાદુગર પીસી સરકાર જુનિયર તેના પિતા અને જોયશ્રી સરકાર તેની માતા છે. મુમતાઝે કોલકાતામાં સ્કૂલનો અભ્યાસ કર્યા પછી કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી બીએ. એલએલબી કર્યું છે.

તેના હિન્દી ફિલ્મના ગ્રાફ પર નજર કરીયે તો તેમણે માત્ર બે જ સ્પોર્ટ્સ ડ્રામા સિલેક્ટ કરી છે. સાલા ખડૂસ અને હવે શાબાશ મિથુ. ફિલ્મોનું આ સિલેક્શન મુમતાઝનું રિયલ લાઈફ ઈન્ટરેસ્ટ જોવા મળે છે. તેને સ્પોર્ટસમાં વિશેષ રસ ધરાવે છે.

તેણે દક્ષિણ કોલકાતા ક્લબ હેઠળ બોક્સિંગની ટ્રેનિંગ લીધી છે. તેણે જુડોમાં પણ ટ્રેનિંગ લીધી છે, તેમજ શોટ પુટમાં YMCA ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. સ્પોર્ટ્સ ઉપરાંત તે જૈઝ ક્લાસિકલ ડાન્સર પણ છે. મુમતાઝ શાનદાર સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડવાળી ફિલ્મો દ્વારા તેના પેશનને આકાર આપી રહી છે. મુમતાઝ જેવી સ્પોર્ટ્સ પર્સન સામે એક્ટ્રેસ અનુષ્કા શર્મા સ્ક્રીન પર કેટલી રમત જીવી શકે છે, તે જોવાનું રહેશે.

Next Article