Mira Rajput : ઈટાલીમાં શાહિદ કપૂર સાથે રજાઓ પર ગયેલી મીરા રાજપૂતને વેજ ફૂડ ન મળ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ગુસ્સે થઈ
મીરા રાજપૂત (Mira Rajput) પરિવાર સાથે ઈટાલી માં આનંદ માણી રહી છે, ઈટલી પ્રવાસ દરમિયાન મીરા રાજપુતની સાથે એવું થયું કે, તે ગુસ્સાને રોકી શકી નહિ.

Mira Rajput : બોલિવુડ સ્ટાર શાહિદ કપૂર (Shahid Kapoor) તેની પ્રોફેશનલ લાઈફને લઈ હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ સિવાય બંન્ને પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી લાઇમલાઈટમાં રહે છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત(Mira Rajput)નું નામ બેસ્ટ કપલ લિસ્ટમાં આવે છે, મીરા રાજપૂત પરિવારની સાથે ઈટાલીમાં આનંદ માણી રહી છે ઈટાલી પ્રવાસ દરમિયાન રાજપુત સાથે એક ઘટના બની છે જેને લઈ તે ગુસ્સાને શાંત કરી શકી નહિ. મીરાએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે
મીરા રાજપૂતને વેજફૂડ ન મળ્યું
મીરા રાજપુત જ્યારથી ઈટાલી પહોંચી છે તે ફોટો અને વિડીયો પોસ્ટ શેર કરતી રહે છે મીરાનો પ્રવાસ શાનદાર ચાલી રહ્યો હતો, પરંતુ અચાનક એવું થયું કે, મીરા ગુસ્સે થઈ ગઈ, તમને જણાવી દઈએ કે, ઈટાલીના શહેર સિસિલીને શાનદાર બતાવતા મીરાએ ત્યાંની એક હોટલમાં વેજ ફૂડને લઈ પોતાની વાત રજુ કરી છે.

મીરા રાજપુતને ઈટલીમાં વેજફૂડ ન મળ્યું
તેમણે ઈન્સ્ટ્રાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તેણે હોટલને ટેગ કરતા લખ્યું કે, જો તમે એક ભારતીય અને વેજીટેરિયન પણ છો તો આ હોટલને સ્કિપ કરો. ખૂબ જ મર્યાદિત ફૂડના વિકલ્પો. ગંદી ચાદરો, હવે પાલેર્મો જઈશ.
મીરાએ ગંભીર મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવ્યો

: ઈટાલીમાં શાહિદ કપૂર સાથે રજાઓ પર ગયેલી મીરા રાજપૂતને વેજ ફૂડ ન મળ્યું
તમને જણાવી દઈએ કે, મીરા રાજપૂત (Mira Rajput) સિવાય શાહિદ કપૂરે પણ આ વિશે તેની ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી શેર કરી છે, મીરાએ હોટલો વિશે ખુબ વાતો શેર કરી છે, વિદેશ જઈ તેની સાથે જે કાંઈ થયું છે, તે થવું જોઈતું નહતુ, આવું પહેલી વખત થયું નથી કે, મીરા રાજપૂતે સોશિયલ મડિયા પર કોઈ મુદ્દા પર ખુલી તેની વાત રજુ કરી, આ પહેલા પણ મીરાએ ગંભીર મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે
જર્સીને ભારતમાં લગભગ 2,100 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે વિદેશમાં આ ફિલ્મ 600થી વધુ સ્ક્રીન પર લોન્ચ કરવામાં હતી. આ ફિલ્મના કુલ બજેટની વાત કરીએ તો તે માત્ર 60 કરોડના બજેટમાં બની છે. જર્સી નાની સ્ટારર નેશનલ એવોર્ડ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે.