‘Vivah’ ના ‘જલ લેંગે’ સંવાદ પર બન્યા મીમ્સ, Amrita Rao એ પણ આપી પ્રતિક્રિયા

|

Jun 01, 2021 | 3:34 PM

ફિલ્મ 'વિવાહ' માં, અમૃતા રાવનું પાત્ર 'પૂનમ' ઘરે આવલા મહેમાનોને પાણી માટે પૂછે છે. તે સમયે પણ તેમનો આ સીન ખૂબ ફેમસ થયો હતો. અમૃતાએ આ સીન ચાહકો માટે ફરી એકવાર રી-ક્રિએટ કર્યો છે પરંતુ એક અલગ જ વળાંક સાથે.

Vivah ના જલ લેંગે સંવાદ પર બન્યા મીમ્સ, Amrita Rao એ પણ આપી પ્રતિક્રિયા
Amrita Rao

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘વિવાહ’ (Vivah) વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. ત્યા સુધી કે આ ફિલ્મનો ક્રેઝ આજ સુધી પણ લોકોમાં છે. આજ કારણે આજકાલ ફિલ્મના અમૃતા રાવના એક ડાયલોગ પર બનેલા મીમ્સ જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. હવે આ વાયરલ મીમ્સ પર ખુદ અમૃતા રાવે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ફિલ્મ ‘વિવાહ’ માં, અમૃતા રાવનું પાત્ર ‘પૂનમ’ ઘરે આવલા મહેમાનોને પાણી માટે પૂછે છે. તે સમયે પણ તેમનો આ સીન ખૂબ ફેમસ થયો હતો. પરંતુ આ દિવસોમાં આ સીન પર બનેલા મીમ્સ પર કટાક્ષ સોશ્યલ મીડિયા પર થઈ રહ્યા છે. અમૃતા રાવે ખુદ વાયરલ થતાં આ મીમ્સ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અમૃતાએ આ સીન ચાહકો માટે ફરી એકવાર રી-ક્રિએટ કર્યો છે પરંતુ એક અલગ જ વળાંક સાથે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તાજેતરમાં જ અભિનેત્રી અમૃતા રાવે આ વીડિયોને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. આ વીડિયોમાં, અમૃતા પહેલા નરમાશથી હાથમાં એક ગ્લાસ પાણી લે છે અને ખૂબ જ પ્રેમથી પૂછે છે ‘જલ લેંગે’ ? અને પછી અચાનક પાણીથી ભરેલી ડોલ લાવે અને ફેંકી દે. જે પછી તે ખૂબ જ મનોરંજક રીતે પૂછે છે પાણી જોઈએ છે, ક્યારની બોલુ છું પાણી લો. હવે સ્નાન કરો, હેપી હોળી.

અમૃતા રાવનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં અમૃતાએ પીળો રંગનો ટોપ પહેર્યું છે. તેમણે વાળ ખુલ્લા રાખ્યા છે. તેમના લુકને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે વાઈરલ થઈ રહેલા મીમ્સની, તો આ મીમ્સ સોશિયલ મીડિયા પર પડેલા છે. જેને જોઈને તમારા ચહેરા પર પણ હસી આવી જશે.

https://twitter.com/Nurturerscentre/status/1399042797911502853

ચાલો તમને જણાવી દઈએ કે અમૃતા રાવ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. તેમણે ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તે મૈ હૂ ના (Main Hoon Na), વેલકમ ટુ સજ્જનપુર (Welcome to Sajjanpur), ના જાને કહાં સે આયી હૈ, વાહ! લાઇફ હો તો ઐસી (Vaah! Life Ho Toh Aisi!), સત્યાગ્રહ (Satyagraha) જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

અમૃતા રાવ છેલ્લે ફિલ્મ ‘ઠાકરે’ (Thackeray) માં જોવા મળી હતી. વાત કરવામાં આવે તેમના અંગત જીવન વિશે તો તેમણે વર્ષ 2016 માં આરજે અનમોલ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. જે બાદ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેમણે પહેલા પુત્રને જન્મ આપ્યો હતો.

Next Article