Brahamastra : ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મૌની રોયનો ફર્સ્ટ લૂક રિલીઝ, મળો અંધારાની રાણી ‘જુનૂન’ને

|

Jun 14, 2022 | 5:37 PM

ફિલ્મ બ્રહ્માસ્ત્રના (Brahmastra Part One: Shiva) મેકર્સ હવે ધીમે-ધીમે કાસ્ટના લુકને રિલીઝ કરી રહ્યા છે. હમણાં જ મેકર્સે એકટ્રેસ મૌની રોયનો લૂક રિલીઝ કર્યો છે.

Brahamastra : ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મૌની રોયનો ફર્સ્ટ લૂક રિલીઝ, મળો અંધારાની રાણી જુનૂનને
mauni roy

Follow us on

Mouni Roy First Look: અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ટૂંક સમયમાં જ ફ્લોર પર આવવાની છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા’નું (Brahmastra Part One: Shiva) બહુપ્રતિક્ષિત ટ્રેલર આવતીકાલે એટલે કે 15 જૂને રિલીઝ થશે. ટ્રેલર રિલીઝ થતા પહેલા ફિલ્મના મેકર્સ એક-એક કરીને તમામ એક્ટર્સના કેરેક્ટરના લુક રિલીઝ કરી રહ્યા છે. હવે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મૌની રોયનો (Mouni Roy) લુક રિલીઝ કરવામાં આવ્યો છે. મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લુકની પોસ્ટ શેર કરી છે. મૌની રોય સિવાય ડાયરેક્ટર કરણ જોહરે પણ ટ્વિટર પર મૌની રોયના લૂકનું પોસ્ટર શેર કર્યું છે.

એકટ્રેસ મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ’માં પોતાનો લુક શેર કર્યો છે. મૌની રોયનો લુક ડરાવી નાખે તેવો છે. મૌની રોયનો આ લુક જોઈને કોઈના પણ રૂવાંટા ઉભા થઈ જાય. પોસ્ટ શેર કરતાં તેણે કેપ્શન લખ્યું છે- ‘5 વર્ષની મહેનત પછી સંભાવના હવે હકીકતમાં પલટવા જઈ રહી છે. તે કરો જે તમારા નિયંત્રણમાં છે, અંધારાની રાણી. બ્રહ્માસ્ત્ર મેળવવા માટે આ જુનૂન નક્કી કર્યો છે. તેણે આગળ લખ્યું- ‘મળો ડાર્ક ફેસ લીડરને.. અમારી મિસ્ટ્રીરિયસ ક્વિન ઓફ ડાર્કનેસ.. જુનૂન!’

ફિલ્મમાં આ પ્રકારનું હશે અમિતાભ બચ્ચનનું પાત્ર

ફિલ્મના પાત્રોની વાત કરીએ તો અમિતાભ બચ્ચનના પાત્રને મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર એક ગુરુનું છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં અમિતાભ બચ્ચન સફેદ દાઢી અને વાળમાં જોવા મળે છે. પોસ્ટરમાં અભિનેતાના ચહેરા પર બે જગ્યા પર વાગેલું દેખાય છે, જેમાંથી લોહી નીકળી રહ્યું છે. તેના હાથમાં તલવાર પણ છે જે તેણે ધારદાર જગ્યાએથી પકડી રાખી છે. ધર્મા પ્રોડક્શને પોસ્ટ શેર કરતાં લખ્યું- ‘ગુરુ હૈ ગંગા જ્ઞાન કી. કાટે ભાવ કા પાશ, ગુરૂ ઉઠા લે અસ્ત્ર જબ. કરે પાપ કા નાશ.’ એક એસી રોશની જિસમેં હૈ.. અંધેરે કો હરાને કી શક્તિ.’

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તાજેતરમાં જ અયાન મુખર્જીએ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં મૌની અને રણબીર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મૌની રાયની સ્ટાઈલ પણ એકદમ ક્રૂર લાગે છે. તો રણબીર કપૂર પણ લોહીમાં લથબથ જોવા મળે છે અને આલિયા ભટ્ટ પણ ખૂબ જ ભયભીત દેખાઈ રહી છે.

Next Article