Sushant Singh Rajput : દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત દ્વારા પ્લે કરવામાં આવેલા 5 આઇકોનિક રોલ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવા છતાં સુશાંત સિંહે (Sushant singh rajput) ઘણી ફિલ્મો દ્વારા પોતાને એક સારા અભિનેતા તરીકે સાબિત કર્યો. અભિનેતાના આ કેટલાક પાત્રોએ તેને હંમેશા માટે અમર બનાવી દીધો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 4:07 PM
કાઈ પો છે માં ઈશાન ભટ્ટ: આ ફિલ્મથી સુશાંત સિંહે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તે નિષ્ફળ ક્રિકેટરનો રોલ કરતો જોવા મળ્યો હતો. તે પોતાની રમત પ્રત્યે ઝનૂની હતો અને અંતમાં તે કોચ બન્યો હતો. તેણે સ્ક્રીન પર પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો હતો. કાઈ પો છે માં અમિત સાધ અને રાજકુમાર રાવ પણ હતા. આ ફિલ્મમાં સુશાંત લોકોના દિલ જીતવામાં સફળ થયો હતો.

1 / 5
એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોની: સુશાંતની ફિલ્મ 'એમએસ ધોની' વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે સુશાંત એમએસ ધોનીને પોતાનો આઈડલ માનતો હતો. એક એવોર્ડ શોમાં સુશાંતે એવું કીધું હતું તે ક્રિકેટરને અંદરથી જાણવા માંગે છે અને તે કેવી રીતે વિચારે છે તે જાણવા માંગે છે. સુશાંતે ભારતીય ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક પણ કરી હતી.

2 / 5
કેદારનાથમાં મન્સૂર ખાન: સુશાંતે અભિષેક કપૂરની 2018 માં રિલીઝ થયેલી કેદારનાથમાં મન્સૂર ખાનનો રોલ કરીને લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ ફિલ્મથી સારા અલી ખાને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું બતું. સુશાંત ઉર્ફે મન્સૂર આ ફિલ્મમાં તેના અભિનયના લીધે આજે પણ લોકોના દિલમાં જીવંત છે.

3 / 5
છિછોરેમાં અનિરુદ્ધ પાઠક: આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતના બેસ્ટ અભિનયમાંથી એક ફિલ્મ છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ પિતાની જવાબદારી નિભાવતો જોવા મળે છે. આ ફિલ્મ લાગણીઓથી ભરેલી રોલર કોસ્ટર રાઈડ હતી કારણ કે તે દરેક લોકોને તેમના કોલેજના દિવસોમાં પાછી લઈ જાય છે. છિછોરે ફિલ્મ દ્વારા સાચા મિત્રોને સાચવવાનો અને જીવનમાં ક્યારેય હાર ન માનવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

4 / 5
દિલ બેચારામાં મેની: આ મુકેશ છાબરાની આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મમાં મેનીના પાત્રે લોકોને ઈમોશનલ કરી દીધા હતા. કેન્સર સામે લડી રહેલા મેનીએ આ ફિલ્મ દ્વારા લોકોને જીવનની દરેક સેકન્ડ જીવતા શીખવ્યું. જીવનમાં લાખો મુસીબતો છતાં ખુશ રહેવું કેટલું જરૂરી છે તે લોકોને શીખવ્યું. છેલ્લી ફિલ્મથી પણ સુશાંત દરેક દિલમાં અમર થઈ ગયો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">