મસાબાએ શેર કર્યો માતા નીના ગુપ્તાનો ફની વીડિયો, એવોર્ડ મેળવતી વખતે મૂંઝવણમાં મુકાઈ અભિનેત્રી

|

Dec 23, 2022 | 12:56 PM

Neena Gupta Video :બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા દરરોજ લાઈમલાઈટમાં રહે છે. પીઢ અભિનેત્રીને તાજેતરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મસાબાએ શેર કર્યો માતા નીના ગુપ્તાનો ફની વીડિયો, એવોર્ડ મેળવતી વખતે મૂંઝવણમાં મુકાઈ અભિનેત્રી
મસાબાએ શેર કર્યો માતા નીના ગુપ્તાનો ફની વીડિયો
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા તેના દમદાર અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં પડદા પર આવા ઘણા પાત્રો ભજવ્યા છે, નીના ગુપ્તાએ પોતાના અભિનયથી લોકોના મનમાં પોતાની છાપ છોડી છે. પાત્ર ગમે તે હોય, અભિનેત્રી દરેક વખતે તન તોડ મહેનત કરે છે. જેના કારણે તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

એવોર્ડ લેતી વખતે અભિનેત્રી મૂંઝવણમાં પડી

નીના ગુપ્તા તેના કામ અને અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહે છે. આ દરમિયાન અભિનેત્રીની પુત્રી મસાબાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નીના ગુપ્તાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો તાજેતરમાં જ એક એવોર્ડ શોનો છે. જ્યાં નીના ગુપ્તા સફેદ રંગની સાડી પહેરીને પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એવોર્ડ લેતી વખતે અભિનેત્રી મૂંઝવણમાં પડી ગઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

આ એવોર્ડ પંચાયત 2 માટે આપવામાં આવ્યો

તેણીની મૂંઝવણ પર તમામ લોકોની સાથે તે ખૂબ હસતી પણ જોવા મળી હતી. એવોર્ડ મેળવતી વખતે, નીના ગુપ્તા મૂંઝવણમાં હતી કે તેને કઈ સિરીઝમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. અભિનેત્રીએ એવોર્ડ લઈને પોતાની સ્પીચની શરૂઆત કરી હતી, તેની વાતમાં અભિનેત્રી મસાબાનો ઉલ્લેખ કરી રહી હતી. ત્યારે જ સામે બેઠેલા એક વ્યક્તિએ તેને યાદ કરાવ્યું કે તેને આ એવોર્ડ પંચાયત 2 માટે આપવામાં આવ્યો છે. આ વિડીયો ખુબ જ રમુજી છે.

આ વીડિયોને શેર કરતાં મસાબાએ લખ્યું છે કે, સ્ટેજ પર અને બહાર શ્રેષ્ઠ જીવન જીવતી મારી મા આ વીડિયોનો આનંદ માણો, પંચાયતની જીત માટે ટીમને અભિનંદન.

પંચાયત સિઝન 2 નો ડંકો વાગ્યો

ફિલ્મફેર ઓટીટીની સૌથી લોકપ્રિય સિરીઝઓમાંની એક, પંચાયત સીઝન 2 ને પણ ઘણા પુરસ્કારો મળ્યા. નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર અને રઘુવીર યાદવને પંચાયત સીઝન 2 માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ ફીમેલ એક્ટરનો એવોર્ડ મળ્યો છે જ્યારે રઘુવીર યાદવને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિરીઝ માટે જિતેન્દ્ર કુમારને બેસ્ટ એક્ટર ક્રિટિક્સ મેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Next Article