Malaika Arora Gym: ફિટનેસથી વધુ જીમ લુકને લઈને ચર્ચામાં રહે છે મલાઈકા, ચાહકોએ કહ્યું હંમેશા જીમ લુક કેમ: જુઓ વીડિયો

|

Sep 20, 2022 | 4:15 PM

ફિટનેસ ઉત્સાહી મલાઈકા અરોરા જ્યારે પણ જીમમાં જાય છે. ત્યારે તેનો હોટ લુક ચર્ચામાં રહે છે. તે જીમની બહાર અલગ અલગ આઉટફિટમાં જોવા મળે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ અભિનેત્રીઓને પણ ફિટનેસમાં માત આપે છે.

Malaika Arora Gym: ફિટનેસથી વધુ જીમ લુકને લઈને ચર્ચામાં રહે છે મલાઈકા, ચાહકોએ કહ્યું હંમેશા જીમ લુક કેમ:  જુઓ વીડિયો
ફિટનેસથી વધુ જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે મલાઈકા અરોરા
Image Credit source: Instagram

Follow us on

Malaika arora: પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને આકર્ષિત કરનાર મલાઈકા અરોરા (Malaika arora)ના કેટલાક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યા છે. મલાઈકા અરોરા બોલીવુડની ફેમસ અભિનેત્રી છે અને આજે પણ દર્શકોને પોતાના આકર્ષક ફિગરથી ચોંકાવી રહી છે. મલાઈકા પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે ફીટ રહેવા માટે દરરોજ કસરત પણ કરતી રહે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરાના કેટલાક વીડિયો વાયરલ (video viral)થઈ રહ્યા છે. જેની હવે ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.તમને જણાવી દઇએ કે મલાઈકા અરોરા મોટેભાગે જિમની બહાર જોવા મળે છે અને ફોટોગ્રાફરો તેના ફોટો ક્લિક કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. તે જીમની બહાર અલગ અલગ જીમ આઉટફિટમાં જોવા મળે છે.

જિમમાંથી બહાર હોટ લુકમાં જોવા મળી

મલાઈકા અરોરાએ જિમમાંથી બહાર નીકળતા હોટ લુકમાં જોવા મળી હતી. તેણે કમરની આસપાસ સફેદ જેકેટ પહેર્યું હતું .અભિનેત્રીના એક હાથમાં પાણીની બોટલ અને બીજા હાથમાં ફોન લઈને તેની કાર તરફ જતી જોવા મળી હતી. મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટના ફોટો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે. યુવા પેઢી પણ મલાઈકાની ફિટનેસથી ઘણી પ્રેરણા લે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

એક્ટ્રેસ મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી

આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો અને તેના ચાહકોની ખૂબ પ્રશંસા મેળવી. ચાહકોએ મલાઈકા અરોરાને હાર્ટ અને ઈમોજીસ શેયર કર્યા હતા. એક યુઝર્સે લખ્યું, “તે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે. અન્ય લોકોએ કહ્યું કેટલી હોટ છે તો કેટલાક યુઝર્સે તેને જિમની બહાર જોવા માટે ટ્રોલ કરી હતી. એક યુઝરે એક કોમેન્ટ કીર કે કેમ તમે જીમ લુકમાં જ જોવા મળો છો. એક્ટ્રેસ મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મલાઈકા અરોરા તેનાથી નાના અર્જુન કપૂરને છેલ્લા ઘણા વર્ષથી ડેટ કરી રહી છે.

Next Article