હવે ટ્રોલર્સના લેવાશે ક્લાસ, મલાઈકા અરોરાના ચેટ શોનું ટીઝર રિલીઝ થયું

|

Nov 18, 2022 | 9:50 AM

Moving In With Malaika: મલાઈકા અરોરાનો નવો શો લોન્ચ થઈ રહ્યો છે, જેનો ટીઝર વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ તેની ક્લિપ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

હવે ટ્રોલર્સના લેવાશે ક્લાસ, મલાઈકા અરોરાના ચેટ શોનું ટીઝર રિલીઝ થયું
Malaika Arora

Follow us on

મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની એ અદાકારાઓમાંથી એક છે જે કોઈના કોઈ કારણોથી લાઈમ લાઈટમાં રહે છે, હાલમાં અભિનેત્રીએ પોતાના નવા શો મૂવિંગ ઈન વિથ મલાઈકાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે આ પોસ્ટર બાદ લોકોમાં આ શોને લઈ જબરદસ્ત એક્સાઈટમેન્ટ હતી. જેના બાદ હવે તેણે શોનું ટીઝર પણ લોન્ચ કરી દીઘું છે. તમને જણાવી દઈએ કે, આ શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર 5 ડિસેમ્બરથી સ્ટ્રીમ થશે. ચાલો જાણીએ આખરે શું છે કોન્સેપ્ટ ?

વાત કરીએ મલાઈકા અરોરાના નવો શો કોન્સેપ્ટ ખુબ જ યુનીક છે. આ પહેલા કદાચ આવો શો લોન્ચ થયો નથી જેમાં ટ્રેલર્સની ક્લાસ લેતા જોવા આવશે પરંતુ મલાઈકાએ તેના શોમાં તેમણે ટ્રોલ કરનારને જવાબ આપતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર હંમેશા મલાઈકને તેની ઉંમર, લવ લાઈફ અને આઉટફિટ્સને લઈ ટ્રોલ કરવામાં આવે છે. તેમણે આ વીડિયોમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

વીડિયોમાં અનેક વાતો કહેતી જોવા મળી મલાઈકા

પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરાના શોનું ટીઝર શેર કરતા કહ્યું કે, એક એવી મહિલા જેના વિશે વાત કરવી સૌને સારી લાગે છે. કાંઈ પણ કરો લોકો વાત કરે છે. હું બ્રેકએપ કરું તો બ્રેકિંગ ન્યુઝ બની જાય છે. હું આગળ વધું છે હું મારા પાર્ટનરની સાથે છું મને ટ્રોલ કરવામાં આવે છે પછી હું બિકની પહેરું કે ગાઉન લોકો કહે છે હું ઘર પર રહું, આ બધું જ કરવાની ઉમર નથી.

 

 

5 ડિસેમ્બરથી શરુ થશે ચેટ શો

આટલું જ નહિ વીડિયોમાં આગળ મલાઈકા કહે છે. જી હા હું જુવાન નથી રહી પરંતુ શું તમે જાણો છો શું જુનુ થઈ રહ્યું છે.આ બધી જૂની ટિપ્પણીઓ છે, નવી કંઈ નથી. હવે હું તમને મલાઈકાનો રિયલ ક્લોઝ-અપ બતાવીશ.” વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, “જો તમને લાગતું હોય કે મેં સમાચારમાં આવવાનું બંધ કરી દીધું છે, તો તે આ રહ્યું. આ એક ચેટ શો હશે, મારી ઉંમર, કપડાં, લવ લાઈફ અને તમામ સમાચાર, હું 5મી ડિસેમ્બરથી તમારા માટે ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’ લઈને આવી રહી છું.”

Next Article