Moving in With Malaika: શોમાં ઈમોશનલ થઈ મલાઈકા, કહ્યું અકસ્માતના સમયે અરબાઝે આપ્યો હતો સાથ

|

Dec 06, 2022 | 12:18 PM

Malika Arora Ex Husband: મલાઈકા અરોરા 'મૂવિંગ ઇન વિથ મલાઈકા' શોથી ધમાલ મચાવી રહી છે. તેની લિંક અપ સાથે શોની શરૂઆત કરીને, મલાઈકાએ તેની લવ સ્ટોરી અને અરબાઝ ખાન સાથેના લગ્ન વિશે ખુલાસો કર્યો.

Moving in With Malaika: શોમાં ઈમોશનલ થઈ મલાઈકા, કહ્યું અકસ્માતના સમયે અરબાઝે આપ્યો હતો સાથ
શોમાં ઈમોશનલ થઈ મલાઈકા
Image Credit source: Instagram

Follow us on

Malaika Arora Show: મલાઈકા અરોરાનો મોસ્ટ અવેટેડ શો મૂવિંગ ઈન વિથ મલાઈકા રિલીઝ થઈ ગયો છે. આ સાથે ચાહકોની રાહ પણ પૂર્ણ થઈ ગઈ છે. શોની શરુઆત અભિનેત્રીએ પોતાનો ઈન્ટ્રો આપતા કરી છે. તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું મલાઈકા નામનો મતલબ થાય છે એન્જલ, હું એન્જલ નથી પરંતુ હું ડિઝાઈનર છું, લોકો યોગ્ય જ કહે છે, ચર્ચામાં રહેનારી મલાઈકા આ મંચ પર એક્સ પતિ અરબાઝ ખાન સાથેની અમુક વાતો શેર કરી ઈમોશનલ થઈ ગઈ હતી.

મલાઈકાએ પોતાની પર્સનલ લાઈક પર ખુલીને વાત કરી, સાથે તેની સાથે થયેલો અક્સ્માત પણ શરે કર્યો છે. તેમને લાગ્યું હતુ કે તે જીવશે નહિ પરંતુ હોશ આવ્યા બાદ તેમણે નિર્ણય લીધો કે, પોતાની જીંદગીને વધુ ખુલ્લીને જીવવાની શરુ કરશે.

‘હું દરેક અકસ્માતમાંથી કંઈક શીખી છું

મલાઈકાએ આગળ કહ્યું કે, મારી લાઈફમાં અનેક અક્સ્માત થયા છે. ગત્ત વખતે કાર સાથે અક્સ્માત થયો હતો. દરેક અક્સ્માતમાંથી મને કાંઈને કાંઈ શીખવા મળ્યું છે. તેમણે તલાક પર વાત કરતા ફરહાન ખાનને કહ્યું કે, તલાકના નિર્ણયમાં તેના પુત્ર અરહાનનો ખુબ સપોર્ટ મળ્યો છે. તેમણે આગળ કહ્યું કે, તેમણે પોતાની લાઈફમાં હંમેશા યોગ્ય નિર્ણય લીધો છે. આટલું બોલતા જ મલાઈકા રડવા લાગી. આ ઈમોશનલ માહોલમાં ઠંડા કરવા માટે ફરહાએ કહ્યું તુ તો રડતા પણ સારી લાગે છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લાગતું હતુ કે, હવે પુત્રને મળી શકશે નહિ

આ ઘટના પર વાત કરતા આગળ અભિનેત્રીએ કહ્યું કે, તે સમયે મને એવું લાગતું હતુ કે, હવે હું મારા બાળકોને ક્યારે પણ જોઈ શકીશ નહિ, પરંતુ થોડા જ કલાકોમાં મને હોશ આવ્યો અને થોડી વાર તો મને કાંઈ જ દેખાયું નહિ, ઓપરેશન બાદ આંખો ખોલતા મારી સામે જે વ્યક્તિ હતી તે અરબાઝ હતો. થોડા સમય માટે મને મને લાગ્યું કે હું મારા ભૂતકાળમાં જતી રહી છું. તે સમયે જે રીતે અરબાઝ મારી સાથે હતો. એ વાત મારા દિલ સુધી પહોંચી.

Published On - 11:58 am, Tue, 6 December 22

Next Article