
બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ તરીકે જાણીતી માધુરી દીક્ષિત આજે પણ લાખો લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. પોતાની શાનદાર એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલ્સના કારણે માધુરીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી અને સફળ સફર કરી છે. આજે તે કરોડોની સંપત્તિની માલિક છે અને તેનું જીવન પણ ખૂબ જ વૈભવી છે. જોકે, એક સમય એવો હતો જ્યારે માધુરીનું જીવન આજની સરખામણીમાં ખૂબ જ સાદું હતું.
સોશિયલ મીડિયા પર હાલમાં માધુરી દીક્ષિતના જૂના ઘરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માધુરી બાળપણમાં જ્યાં રહેતી હતી તે ઘરની અંદર અને આસપાસનો વિસ્તાર જોવા મળે છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા જે.બી. નગરમાં માધુરી પોતાના પરિવાર સાથે રહેતી હતી. ‘યોગેન્દ્ર ભવન’ નામની જૂની ઇમારતમાં તેમનો ફ્લેટ હતો. ખાસ વાત એ છે કે આ ઇમારત આજે પણ ત્યાં જ છે.
માધુરી દીક્ષિત ટૂંક સમયમાં લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળવાની છે. શો સાથે જોડાયેલા એક ખાસ વીડિયો દરમિયાન માધુરી પોતાના જૂના ઘર અને આસપાસના વિસ્તારની મુલાકાત લેતી જોવા મળી હતી. આ વીડિયો સોની મરાઠીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ માધુરીના ચાહકોમાં પણ ખાસ રસ જોવા મળ્યો હતો.
આ જૂનું ઘર આજના સમયના તેના વૈભવી જીવનથી તદ્દન અલગ છે. નાનકડા ફ્લેટમાં સામાન્ય ફર્નિચર, જૂના શોકેસ અને મર્યાદિત જગ્યા જોવા મળે છે. આ જ ઘરમાં માધુરીએ પોતાના માતા-પિતા અને પરિવાર સાથે બાળપણના અનેક વર્ષો વિતાવ્યા હતા.
વીડિયોમાં માધુરીના જૂના પડોશીઓ પણ તેમની સાથે જોડાયેલી યાદો શેર કરતા જોવા મળે છે. પાડોશી પ્રદીપ મિશ્રાએ ઘરની અંદરની કેટલીક વસ્તુઓ બતાવતા જૂના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઘરમાં એક સમયે સોફા હતો અને માધુરી પોતાના પરિવાર સાથે અહીં સમય પસાર કરતી હતી. જૂના શોકેસ સહિત ઘરની કેટલીક વસ્તુઓ આજે પણ તેમની યાદોને જીવંત રાખે છે…
આ ઇમારતની છત પણ માધુરીના બાળપણનો એક ખાસ ભાગ હતી. જણાવવામાં આવે છે કે તે અહીં ઘણો સમય પસાર કરતી હતી. આજે માધુરી દીક્ષિત બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર તરીકે વૈભવી જીવન જીવે છે, પરંતુ તેમનું આ જૂનું ઘર તેમની સાદી શરૂઆત અને સંઘર્ષના દિવસોની યાદ અપાવે છે.
માધુરી દીક્ષિતની સફળતાની સફર જોતા આ જૂના ઘરની ઝલક ચાહકો માટે પણ ખાસ બની છે. એક સામાન્ય ઘરમાંથી શરૂ થયેલી તેમની સફર આજે બોલિવૂડના સૌથી જાણીતા નામોમાં સ્થાન મેળવવા સુધી પહોંચી છે.
રેડ આઉટફિટમાં છવાઈ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા, કરીના કપૂરના ગીત પર કર્યો ડાન્સ