Monalisa Photos : રેડ આઉટફિટમાં છવાઈ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા, કરીના કપૂરના ગીત પર કર્યો ડાન્સ
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા પોતાની એક્ટિંગની સાથે-સાથે સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે, જેને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળે છે.

મોનાલિસાએ તાજેતરમાં પોતાના કેટલાક નવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ તસવીરોમાં તે લાલ સ્લીવલેસ ટોપ અને સફેદ પેન્ટમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને ગ્લેમરસ લુકમાં મોનાલિસા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું, "જોશ અને શક્તિમાં લપેટાયેલી." તેના આ કેપ્શન પરથી લાગી રહ્યું છે કે તે કોઈ નવા પ્રોજેક્ટના શૂટિંગ સાથે જોડાયેલી છે.

ફોટા સાથે મોનાલિસાએ આ જ લુકમાં એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે કરીના કપૂરના લોકપ્રિય ગીત "આજા લગ જા ગલે સે મેરે" પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મોનાલિસાના ડાન્સ મૂવ્સ અને તેના સ્ટાઇલિશ અંદાજે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. મોનાલિસાના ચાહકો તેના ડાન્સ, લુક અને આત્મવિશ્વાસભર્યા અંદાજને પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના વીડિયો વારંવાર વાયરલ થતા રહે છે.

મોનાલિસા માત્ર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ નહીં, પરંતુ ટ્રેડિશનલ લુકમાં પણ ચાહકોને ખૂબ પસંદ આવે છે. થોડા સમય પહેલા તેણે હરતાલિકા તીજની ઉજવણીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

મોનાલિસા ફક્ત વેસ્ટર્નમાં નહીં પરંતુ સાડીમાં પર એટલી જ સુંદર લાગે છે અને ટ્રેડિશનલ જ્વેલરી સાથે તેનો લુક ચાહકોને પસંદ આવે છે. આ પહેલા તેણીએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે "હેપ્પી હરતાલિકા તીજ" લખ્યું હતું. આ દરમિયાન તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત તેની સાથે હાજર નહોતા. મોનાલિસાએ વીડિયો કોલ દ્વારા તેમની સાથે વાત કરી હતી અને તહેવારની કેટલીક ઝલક પણ ચાહકો સાથે શેર કરી હતી.

મોનાલિસાની સોશિયલ મીડિયા પરની આ નવી પોસ્ટ ફરી એકવાર ચર્ચામાં છે. તેના લાલ આઉટફિટથી લઈને કરીના કપૂરના ગીત પરના ડાન્સ સુધી, ચાહકો તેના આ નવા અંદાજને પસંદ કરી રહ્યા છે.
દુબઈની લક્ઝરી લાઈફ પાછળનું કડવું સત્ય, નાના ડબ્બા જેવા રૂમનું ભાડું ₹45,000 ! ભારતીય મહિલાનો વીડિયો વાયરલ
