Love Story: ફિલ્મોમાં કામ કરતી વખતે એકબીજાને આપ્યું દિલ, જાણો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની અનોખી લવ સ્ટોરી

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને લગ્ન પહેલા ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જોકે તે સમયે બંનેએ ક્યારેય વિચાર્યું ન હતું કે બંને ક્યારેય એકબીજાને દિલ આપી દેશે.

Love Story: ફિલ્મોમાં કામ કરતી વખતે એકબીજાને આપ્યું દિલ, જાણો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની અનોખી લવ સ્ટોરી
Aishwarya Rai Bachchan, Abhishek Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 6:15 PM

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) બોલિવૂડના પરફેક્ટ કપલ્સમાંથી એક છે. જ્યારે પણ બંને સાથે આવે છે, ત્યારે તમે તેમના ચાર્મથી બચી શકતા નથી. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અને અભિષેક પહેલા સારા મિત્રો હતા. પછી ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

ઐશ્વર્યા અને અભિષેક પહેલીવાર વર્ષ 1999માં તેમની ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કે (Dhaai Akshar Prem ke)ના ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા. અભિષેકે એક ઈન્ટરવ્યુમાં તેમની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું કે અમારી ઢાઈ અક્ષર પ્રેમની પહેલી ફિલ્મ સાથે હતી. તે સમયે ઐશ્વર્યાને જોઈને હું તેમનો દિવાનો થઈ ગયો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જોકે પ્રેમ શરૂ થાય તે પહેલા જ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ બંધાઈ ગયો હતો. આ ફિલ્મ પછી બંને રમેશ સિપ્પી (Ramesh Sippy)ની ફિલ્મ કુછ ના કહો (Kuch Na Kaho)માં જોવા મળ્યા હતા. પરંતુ બંને વચ્ચે પ્રેમની શરૂઆત ફિલ્મ ઉમરાવ જાન (Umrao Jaan)થી થઈ હતી.

અભિષેકે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે સમયે તે મારી ખૂબ સારી મિત્ર હતી અને અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તે સમયે યૂનિવર્સ જ અમને બંનેને સાથે લાવવા માંગતા હતા. વર્ષ 2007માં અભિષેક તેમની એક ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા. તે સમયે પોતાની હોટલના રૂમની બાલ્કનીમાં બેસીને અભિષેકે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું.

કેવી રીતે આવ્યો પ્રસ્તાવનો વિચાર

આ પ્રસ્તાવ વિશે જણાવતા અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું ન્યૂયોર્કમાં મારી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે જ્યારે હું મારી હોટલના રૂમની બાલ્કનીમાં બેઠો હતો, ત્યારે મારા મગજમાં વિચાર આવ્યો કે જો હું અને ઐશ્વર્યા લગ્ન કરી લઈએ તો કેટલુ સારું રહેશે. આ પછી હું ઐશ્વર્યાને એ જ બાલ્કનીમાં લઈ ગયો અને પૂછ્યું કે શું તે મારી સાથે લગ્ન કરશે?’

ઐશ્વર્યાએ પણ હા પાડી અને બંનેએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કરી લીધા. બંનેના લગ્ન કોઈ શાહી લગ્નથી ઓછા નહોતા. આ લગ્નમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. આ પછી બંને 2011માં આરાધ્યાના પેરેન્ટ્સ બન્યા હતા. ઐશ્વર્યા અને અભિષેકના સંબંધની ખાસ વાત એ છે કે બંને હંમેશા એકબીજાને માન આપે છે અને સપોર્ટ કરે છે. ઘણી વખત જ્યારે બેમાંથી કોઈ એક ટ્રોલ થાય છે તો બીજો હંમેશા તેના માટે જવાબ આપવા તૈયાર હોય છે.

આ પણ વાંચો :- The Big Picture: રોહિત શેટ્ટી અને કેટરીના કૈફે જીત્યા 50 લાખ રૂપિયા, મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને કરશે ડોનેટ

આ પણ વાંચો :- Halloween Party 2021: જેકલીન ફર્નાન્ડીસથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓના લુક્સ જોઈને ડરી જશો તમે

g clip-path="url(#clip0_868_265)">