નવેમ્બર મહિનો સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહેશે, આ ફિલ્મો મનોરંજનનું સંપૂર્ણ પેકેજ આપશે

|

Oct 30, 2022 | 4:00 PM

નવેમ્બર મહિનામાં દર્શકોને એક નહીં, પરંતુ ઘણી રોમાંચક વેબ સિરીઝ અને ફિલ્મો3 જોવા મળશે. આવતા મહિને તમે ઘરે બેઠા વેબ સિરીઝ અને વિવિધ ફિલ્મોનો આનંદ લઈ શકો છો. જેમાં અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષાઓમાં વેબ સિરીઝનો સમાવેશ થાય છે.

નવેમ્બર મહિનો સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહેશે, આ ફિલ્મો મનોરંજનનું સંપૂર્ણ પેકેજ આપશે
નવેમ્બર મહિનો સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહેશે
Image Credit source: Twitter

Follow us on

નવેમ્બરનો મહિનો ફિલ્મી પ્રેમીઓ માટે શાનદાર સાબિત થવાનો છે ગત્ત મહિને પણ અનેક ફિલ્મોએ દર્શકોનું ખુબ મનોરંજન કર્યું હતુ, પરંતુ આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝનો વરસાદ થવાનો છે. ઓટીટી પ્લેટફોર્મ પર અનેક એવા શો શરુ થવાના છે, જે દર્શકોને ફુલ પેકેજમાં મનોરંજન આપી શકે છે. જેમાં હિન્દીની સાથે સાથે અંગ્રેજીની પણ અનેક વેબ સિરીઝ સામેલ છે તો ચાલો જાણીએ આગામી મહિને કઈ કઈ ફિલ્મો અને સીરિઝ દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહી છે.

‘બ્રેથ: ઈનટુ ધ શેડોઝ 2’

ડિજીટલ દર્શકો વચ્ચે લોકપ્રિય થઈ ચૂકેલા અભિષેક બચ્ચન ‘બ્રેથ: ઇનટુ ધ શેડોઝ 2’ની બીજી સીઝનમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ સિરીઝનું ટ્રેલર 27 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ થઈ ચૂક્યું છે. ગત્ત સિઝનની સ્ટોરી જ્યાંથી પુર થઈ હતી ત્યાંથી નવી સીઝન શરુ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

 

બ્રહ્માસ્ત્ર

આલિયા અને રણબીરની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર હવે ઓટીટી પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ હોટસ્ટાર પર રિલીઝ થશે.

 

 

 

ભેડિયા

વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ભેડિયાને લઈ ખુબ ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયું હતુ. જેને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે. આ ફિલ્મ 25 નવેમ્બરના રોજ સિનેમાધરોમાં રિલીઝ થવાની છે.

 

 

ડબલ એક્સએલ

ટી-સિરીઝ,અને મુદસ્સર અઝીઝની ફિલ્મે લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીની ફિલ્મ ડબલ એક્સએલને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે.

 

 

 

બ્લૈક પેન્થર : Wakanda Forever

Wakanda Foreverના પ્રથમ પાર્ટમાં બોસમેને અભિનય કર્યો હતો. આ ફિલ્મ 11 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ. જેમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ જેવલિન થ્રોઓર નીરજ ચોપરા પણ જોવા મળશે.

 

 

Next Article