AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મે 4 દિવસમાં કરી આટલા કરોડની કમાણી, ડિસ્ટ્રીબ્યુટર્સને થયું નુકસાન, ફિલ્મમેકર્સે માંગ્યું વળતર

આમિર ખાનની (Aamir Khan) કોશિશ હતી કે ફોરેસ્ટ ગમ્પનું બેસ્ટ વર્ઝન દર્શકો સામે લાવવામાં આવે, પરંતુ રિલીઝ થયા બાદ લોકોની પ્રતિક્રિયાએ આમિરને ખરાબ રીતે અસર કરી છે. આનાથી તે આઘાતમાં છે.

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મે 4 દિવસમાં કરી આટલા કરોડની કમાણી, ડિસ્ટ્રીબ્યુટર્સને થયું નુકસાન, ફિલ્મમેકર્સે માંગ્યું વળતર
laal-singh-chaddha
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:40 PM
Share

આમિર ખાન (Aamir Khan) તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના (Laal Singh Chaddha) ફ્લોપ થવાથી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મને કારણે ડિસ્ટ્રીબ્યુટર્સને ઘણું નુકસાન થયું છે અને તેઓએ ફિલ્મમેકર્સ પાસેથી વળતરની માંગ કરી છે. આમિર પોતે આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર છે. ફિલ્મ ફ્લોપ થવાની જવાબદારી તેને લીધી હોવાના રિપોર્ટ છે. પરંતુ તેને આ વિશે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ આમિર ખાનના એક મિત્ર અને તેની પૂર્વ પત્ની કિરણ રાવે જણાવ્યું કે આમિરે લાલ સિંહ ચઢ્ઢા માટે ઘણી મહેનત કરી હતી. આમિરની કોશિશ હતી કે ફોરેસ્ટ ગમ્પનું બેસ્ટ વર્ઝન દર્શકો સામે લાવવામાં આવે, પરંતુ રિલીઝ થયા બાદ લોકોની પ્રતિક્રિયાએ આમિરને ખરાબ રીતે અસર કરી છે. આનાથી તે આઘાતમાં છે.

મેકર્સે ડિસ્ટ્રીબ્યુટર્સને વળતર આપવાની તૈયારીમાં

લાલ સિંહ ચઢ્ઢાને બિઝનેસમાં થયેલા નુકસાન બાદ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સે વળતરની માંગ કરી છે. તે કહે છે કે આ ફિલ્મથી અમને આર્થિક ઘણું નુકસાન થયું છે. અહેવાલો મુજબ મેકર્સ ડિસ્ટ્રીબ્યુટર્સના નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે.

ચાર દિવસમાં 38 કરોડની કરી કમાણી

લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી, પરંતુ આમિર અને કરીનાના જુના નિવેદનોને કારણે તેને સોશિયલ મીડિયા પર બોયકોટ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે બોક્સ ઓફિસ પર જોવા મળ્યું હતું. 180 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા વીકએન્ડમાં માત્ર 38.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે આમિરની અગાઉની ફિલ્મોએ પહેલા દિવસે જ આનાથી વધુ કમાણી કરી છે. રિપોર્ટ્સ મુજબ ‘લાલ સિંહ ચઢ્ઢા’એ ચોથા દિવસે એટલે કે પહેલા રવિવારે 10.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ પહેલા ફિલ્મે ત્રીજા દિવસે (શનિવારે) 8.75 કરોડ, બીજા દિવસે (શુક્રવાર) 7.26 કરોડ અને પહેલા દિવસે (ગુરુવારે) 11.7 કરોડનું કલેક્શન કર્યું હતું. લોંગ વીકએન્ડ હવે પૂરો થઈ ગયો છે અને કલેક્શન વધુ વધવાની શક્યતા ઓછી છે.

સેનાના અપમાન કરવાની દાખલ કરી ફરિયાદ

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મને લઈને દિલ્હીના વકીલ વિનીત જિંદલે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને આમીર ખાન, પેરામાઉન્ટ પિક્ચર્સ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. વકીલનો આરોપ છે કે આમિરે પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી ભારતીય સેનાનું અપમાન કર્યું છે અને હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. વકીલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ફિલ્મમાં આપત્તિજનક સીન છે. આવામાં આમિર ખાન, પેરામાઉન્ટ પિક્ચર્સ અને ફિલ્મ ડાયરેક્ટર અદ્વૈત ચંદન વિરુદ્ધ IPCની કલમ 153, 153A, 298 અને 505 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે.

g clip-path="url(#clip0_868_265)">