Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IFFM Awards 2022: રણવીર સિંહ-શેફાલી શાહે જીત્યો બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ, જુઓ લિસ્ટ

રણવીર સિંહને (Ranveer Singh) કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમના દરેક સભ્યને આ સન્માન સમર્પિત કર્યું. રણવીર સિંહ સિવાય ફિલ્મમાં હાર્ડી સંધુ, તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, એમી વિર્ક, દીપિકા પાદુકોણ અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ હતા.

IFFM Awards 2022: રણવીર સિંહ-શેફાલી શાહે જીત્યો બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ, જુઓ લિસ્ટ
Ranveer-Singh-And-Shefali-Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 7:51 PM

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) એવોર્ડ્સ 2022 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે આયોજિત આ એવોર્ડ સમારોહ ભારતની કેટલીક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારતની કેટલીક સૌથી પ્રખ્યાત અને વખાણાયેલી ફિલ્મો, ટીવી શો અને વેબ સિરીઝનું સ્ક્રીનિંગ કરીને જશ્ન મનાવે છે. આ ફેસ્ટિવલમાં રણવીર સિંહ (Ranveer Singh) અને શેફાલી શાહને (Shefali Shah) બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફેસ્ટિવલનું એક મહત્વનું એટ્રેકેશન એવોર્ડ નાઈટ છે, જ્યાં ભારતીય સિનેમાના બેસ્ટ કલાકારો અને પાછલા વર્ષના ઓટીટીને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. રવિવારે યોજાયેલા આ સમારોહમાં ઘણા કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

30 ઓગસ્ટના રોજ પૂરો થશે આ ફેસ્ટિવલ

IFFM ની 13મું વર્ઝન 12 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો અને એવોર્ડ સમારોહ 30 ઓગસ્ટના રોજ પૂરો થશે. ઈન-પર્સન ઇવેન્ટ 20 ઓગસ્ટના રોજ પૂરી થશે, ત્યારબાદ ફેસ્ટિવલ લગભગ 10 દિવસ સુધી ચાલુ રહેશે. રવિવાર 14 ઓગસ્ટના રોજ પેલેસ થિયેટરમાં ફેસ્ટિવલ એવોર્ડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઋત્વિક ધનજાની દ્વારા હોસ્ટ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કબીર ખાનના સ્પોર્ટ્સ ડ્રામા ’83’ અને તેના સ્ટાર રણવીર સિંહ તેમજ પ્રાઇમ વીડિયો વેબ સિરીઝ ‘મુંબઈ ડાયરીઝ 26’ અને ફિલ્મ ‘જલસા’ માટે મોટી જીત જોવા મળી હતી. ‘જય ભીમ’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ – જે બે ફિલ્મોને સૌથી વધુ નોમિનેશન મળ્યું હતું, તે એક પણ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

સાનિયા મિર્ઝાએ કોને કહ્યું I love you
Impacted Bowel : આંતરડામાં અટવાયેલા મળને કેવી સાફ કરવું ?
વિશ્વમાં સૌથી સસ્તું સોનું ક્યાં મળે છે?
બ્યુટી વિથ બ્રેઈન, આ છે દેશની સૌથી સુંદર મહિલા IAS-IPS
7 કરોડની ઘડિયાળ પહેરી મેચ રમવા આવ્યો સ્ટાર ભારતીય ખેલાડી
મફતમાં પાણીપુરી ખાતા જોવા મળી શ્રદ્ધા કપૂર, કહ્યું હું ગણતરી કરવાનું ભૂલી ગઈ

મેલબોર્ન 2022 ના ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓનું લિસ્ટ જુઓ-

બેસ્ટ ફિલ્મ: 83

બેસ્ટ ડાયરેક્ટર: શૂજિત સરકાર (સરદાર ઉધમ) અને અપર્ણા સેન (ધ રેપિસ્ટ)

બેસ્ટ એક્ટર: રણવીર સિંહ (83)

બેસ્ટ એક્ટ્રેસ: શેફાલી શાહ (જલસા)

બેસ્ટ સિરીઝ: મુંબઈ ડાયરીઝ 26/11

એક સિરીઝમાં બેસ્ટ એક્ટર: મોહિત રૈના (મુંબઈ ડાયરીઝ 26/11)

એક સિરીઝમાં બેસ્ટ એક્ટ્રેસ: સાક્ષી તંવર (માઈ)

બેસ્ટ ઈન્ડી ફિલ્મઃ જગ્ગી

સબકોન્ટિનેન્ટલની બેસ્ટ ફિલ્મઃ જોયલેન્ડ

લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડઃ કપિલ દેવ

સિનેમા એવોર્ડ્સમાં ડિસરપ્ટર્સ: વાણી કપૂર (ચંદીગઢ કરે આશિકી)

સિનેમા એવોર્ડમાં ઈક્વાલિટી: જલસા

સિનેમા પુરસ્કારોમાં લીડરશિપ: અભિષેક બચ્ચન

કબીર ખાનની ’83’માં તેની ભૂમિકા માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 1983માં ભારતની પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ કોવિડ-19ને કારણે સારું પ્રદર્શન કરી શકી ન હતી. આ દરમિયાન રણવીર સિંહે IFFM 2022 માં સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેને IFFMના તમામ જ્યુરી સભ્યોનો ’83 માં કપિલ દેવની ભૂમિકા માટે તેને વર્ષના બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવા બદલ આભાર માન્યો.

ફિલ્મના તમામ કલાકારોને સમર્પિત કર્યો એવોર્ડ

રણવીર સિંહે કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમના દરેક સભ્યને આદર સમર્પિત કર્યો. રણવીર સિંહ સિવાય ફિલ્મમાં હાર્ડી સંધુ, તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, એમી વિર્ક, દીપિકા પાદુકોણ અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ હવે રોહિત શેટ્ટીની ‘સર્કસ’ અને ‘રોકી અને રાનીની લવ સ્ટોરી’માં જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">