AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃતિ સેનન પ્રભાસ સાથે ક્યારે કરશે લગ્ન? આ વાત પર એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

પ્રભાસ અને કૃતિ સેનન (Kriti Sanon) પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ પ્રભાસ બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનનને ડેટ કરી રહ્યો છે અને કૃતિને પ્રપોઝ પણ કર્યું છે. પરંતુ હવે કૃતિએ આ સવાલો પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે લખ્યું- ના તો આ પ્રેમ છે કે ના પીઆર.

કૃતિ સેનન પ્રભાસ સાથે ક્યારે કરશે લગ્ન? આ વાત પર એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
Kriti Sanon-Prabhas
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 11:45 PM
Share

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન હાલમાં તેમની રિલેશનશિપને લઈને સતત લાઈમલાઈટમાં છે. પરંતુ બંનેએ હજુ સુધી પોતાના રિલેશનશિપનો ઓફિશિયલ સ્વીકાર કર્યો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ સેનને એક ઈન્ટરવ્યુમાં પ્રભાસ સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. કૃતિ સેનને કહ્યું હતું કે જો તેને તક મળશે તો તે પ્રભાસ સાથે લગ્ન કરવા માંગશે. બંનેના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે. બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા ફેન્સ એક્સાઈટેડ છે. હવે કૃતિએ પોતે પ્રભાસ સાથેના લગ્ન અને અફેરના સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે.

વરુણ ધવને આપી હિન્ટ

પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર પર કૃતિએ અત્યાર સુધી મૌન રાખ્યું હતું. પરંતુ હવે કૃતિએ એક પોસ્ટ દ્વારા પ્રભાસ અને તેના રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો છે. કૃતિએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેયર કરી છે. તેણે લખ્યું – ના તો આ પ્રેમ છે કે ના પીઆર.… અમારો ભેડિયા (વરુણ ધવન) રિયાલિટી શોમાં થોડો વધારે જ વાઈલ્ડ થઈ ગયો હતો. તેની ફની વાતો બાદ અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.

Kriti Sanon Instagram Story

કેવી રીતે ફેલાઈ પ્રભાસ-કૃતિના અફેરની અફવા?

હાલમાં જ કૃતિ સેનન અને વરુણ ધવન ઝલક દિખલા જા શોમાં તેમની ફિલ્મ ભેડિયાના પ્રમોશન માટે ગયા હતા. ત્યારબાદ વરુણ કૃતિની લવ લાઈફ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. વરુણ ધવને કહ્યું હતું- કૃતિનું નામ કોઈના દિલમાં છે. આના પર કરણ જોહરે પૂછ્યું હતું – કોના દિલમાં છે? પછી વરુણ ધવને કહ્યું- એક એવો માણસ છે જે મુંબઈમાં નથી, તે અત્યારે દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરી રહ્યો છે. વરુણ ધવનનો આ જવાબ સાંભળીને કૃતિ સેનન હસવા લાગી. જ્યારે કરણ જોહર સાંભળીને હેરાન થઈ ગયો હતો.

કૃતિ સેનને રિલેશનશિપના સમાચાર પર તોડ્યું મૌન

કૃતિ સેનને જે રીતે વરુણ ધવનની વાત પર પ્રતિક્રિયા આપી, ઘણા લોકોને લાગ્યું કે વરુણ પ્રભાસ અને કૃતિના રિલેશનશિપ વિશે વાત કરી રહ્યો છે. ઘણા લોકોને લાગ્યું કે વરુણ ધવન કૃતિ અને પ્રભાસની રિલેશનશિપને વાતવાતમાં કન્ફર્મ કરી રહ્યો છે. ત્યારથી બંને સ્ટાર્સના લવ અફેરના સમાચારે આગની જેમ ફેલાઈ ગયા હતા. બંનેના લગ્ન સુધી અફવાઓ સામે આવી હતી. હવે આ અફવાઓ પર રિએક્શન આપતા કૃતિએ સત્ય કહ્યું છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ આદિપુરુષ

પ્રભાસ અને કૃતિ આદિપુરુષ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. બંનેની ફિલ્મ આવતા વર્ષે 2023માં થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ અને પ્રભાસ સિવાય સૈફ અલી ખાન પણ છે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">