AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Merry Christmas: કેટરીના કૈફે ક્રિસમસ પર ફેન્સને આપી અનોખી ગિફ્ટ, વિજય સેતુપતિ સાથે મળશે જોવા

કેટરિના કૈફ (Katrina Kaif) છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં તેની અપકમિંગ ફિલ્મ 'મેરી ક્રિસમસ'માં જોવા મળશે. ક્રિસમસ પર એક્ટ્રેસે તેના ફેન્સને એક સ્પેશિયલ ગિફ્ટ આપી છે.

Merry Christmas: કેટરીના કૈફે ક્રિસમસ પર ફેન્સને આપી અનોખી ગિફ્ટ, વિજય સેતુપતિ સાથે મળશે જોવા
Merry ChristmasImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 6:11 PM
Share

કેટરિના કૈફ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ વિજય સેતુપતિ સાથે જોવા મળશે. ક્રિસમસ પર કેટરીનાએ તેની અપકમિંગ ફિલ્મનું પહેલું પોસ્ટર ફેન્સ સાથે શેયર કર્યું છે. આ સાથે કેટરિનાએ આ પોસ્ટર દ્વારા ફેન્સને ક્રિસમસની ગિફ્ટ પણ આપી છે. હવે પોસ્ટર જોઈને ફેન્સ કેટરિનાના ફર્સ્ટ લુકની પણ ફેન્સ ડિમાન્ડ કરી રહ્યા છે.

કેટરિનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મના પોસ્ટરના રૂપમાં કેટરીનાએ ફેન્સને ક્રિસમસની ગિફ્ટ આપી છે અને તેની રિલીઝ ડેટનું પણ એનાઉન્સમેન્ટ કર્યું છે. આ પહેલા કેટરીના કૈફ ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળી હતી. કેટરીનાના ફેન્સ પણ તેની અપકમિંગ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. કેટરિનાની પોસ્ટ પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રેમ વરસાવી રહ્યા છે.

કેટરીનાએ ક્રિસમસ પર ફેન્સને આપી ગિફ્ટ

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

તેની ફિલ્મનું પહેલું પોસ્ટર શેયર કરતાં કેટરિના કૈફે લખ્યું, ‘આ ફિલ્મને અમે ક્રિસમસ પર રિલીઝ કરવા માંગતા હતા. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. ટૂંક સમયમાં થિયેટરમાં મળીશું. શ્રીરામ રાઘવનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ હવે વર્ષ 2023માં હિન્દી અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મની સૌથી મોટી વાત એ છે કે લીડ એક્ટ્રેસ બોલિવૂડની છે અને લીડ એક્ટર સાઉથનો સુપરસ્ટાર છે.

કેટરીના-વિજય સેતુપતિ સામસામે મળશે જોવા

આ ફિલ્મમાં કેટરિના કૈફ હીરોઈન તરીકે લીડ રોલમાં જોવા મળશે અને સાઉથ સ્ટાર વિજય સેતુપતિ હીરો તરીકે લીડ રોલમાં જોવા મળશે. વિજય સેતુપતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વિજય સેતુપતિ દિગ્ગજ એક્ટર કમલ હસનની ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળ્યો હતો.

આ ફિલ્મમાં જોવા મળશે કેટરિના

કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે હાલમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફોન ભૂત ફિલ્મમાં જોવા મળી હતી. આ સિવાય તે સલમાન ખાન સાથે ટાઈગર ફિલ્મ ફ્રેન્ચાઈઝીની એક ફિલ્મ ટાઈગર 3માં જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">