AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shehzada Trailer : આ દિવસે રિલીઝ થશે કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદાનું ટ્રેલર, એક્શન કરતો જોવા મળશે એક્ટર

Shehzada Trailer : ફેન્સ કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ 'શહેજાદા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ દરમિયાન હવે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મમાં કાર્તિક જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે. આ એક એક્શન એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે.

Shehzada Trailer : આ દિવસે રિલીઝ થશે કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદાનું ટ્રેલર, એક્શન કરતો જોવા મળશે એક્ટર
Kartik AaryanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 9:52 PM
Share

કાર્તિક આર્યન માટે વર્ષ 2022 સારું રહ્યું. તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હાલમાં જ રિલીઝ થયેલી ‘ફ્રેડી’ને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. કાર્તિક આર્યન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘શહેજાદા’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મ ‘શહેજાદા’ સાથે જોડાયેલી એક નવી જાણકારી સામે આવી છે. કાર્તિકની ફિલ્મ ‘શહેજાદા’ ફેબ્રુઆરીમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

કાર્તિક અને કૃતિએ બીજી ફિલ્મમાં કર્યું સાથે કામ

કાર્તિકની ફિલ્મ ‘શેહજાદા’ અલ્લુ અર્જુનની હિટ તેલુગુ ફિલ્મ ‘અલાવૈકુંઠપુરમુલુ’ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન વરુણ ધવનના ભાઈ રોહિત ધવને કર્યું હતું. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન પણ જોવા મળશે. ફિલ્મ ‘લુકા છુપી’ પછી કાર્તિક અને કૃતિની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં કાર્તિક અને કૃતિની સાથે મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય, સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ વિશે જાણકારી આપતાં ફિલ્મ સમીક્ષક અને બિઝનેસ એક્સપર્ટ તરણ આદર્શે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમને જણાવ્યું છે કે ‘શહેજાદા’નું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ પછી કાર્તિક તેની કો -એક્ટ્રેસ કૃતિ સાથે ફિલ્મના પ્રમોશન માટે રવાના થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાર્તિક અને કૃતિ 13 જાન્યુઆરીએ પંજાબના જલંધર શહેરમાં લોહરી સેલિબ્રેટ કરશે. આ સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ કરશે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ દિવસે કચ્છમાં યોજાયેલા ઉત્સવમાં પણ ભાગ લેશે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

કાર્તિકની ફિલ્મ ‘શહેજાદા’ 2023ની ‘પઠાન’ પછી બીજી મોટી ફિલ્મ છે. આ એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ સાથે કાર્તિક એક નવી અંદાજમાં દર્શકોને જોવા મળશે. ગયા વર્ષે કાર્તિકના બર્થ ડે પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તેની એક્શન અને કૃતિના લુક્સની ઝલક જોવા મળી હતી. ફિલ્મનું સંગીત પ્રિતમે કમ્પોઝ કર્યું છે, જેનું નિર્માણ ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ અને અમન ગિલ છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">