કોઈ એક્ટર નહીં પરંતુ રાહુલ ગાંધી પર આવ્યુ હતુ કપૂર ખાનદાનની આ અભિનેત્રીનું દિલ, કરવા માગતી હતી ડેટ- વાંચો

|

Feb 25, 2025 | 9:48 PM

કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે. પરંતુ તેનુ એક જુનુ ઈન્ટરવ્યુ તાજેતરમાં સામે આવ્યુ છે. જેમા અભિનેત્રીએ ખૂલીને પોતાના વિશે વાત કરી છે. જોકે તેમણે કહ્યુ કે તેનુ કોઈ એક્ટર પર નહીં પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર એક સમયે તેનુ દિલ આવ્યુ હતુ.

કોઈ એક્ટર નહીં પરંતુ રાહુલ ગાંધી પર આવ્યુ હતુ કપૂર ખાનદાનની આ અભિનેત્રીનું દિલ, કરવા માગતી હતી ડેટ- વાંચો

Follow us on

કરીના કપૂર ખાન તેની ફિલ્મો ઉપરાંત કોન્ટ્રોવર્સી માટે પણ જાણીતી છે. કરીના કપૂરનું એક સ્ટેટમેન્ટ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. જેમા તેમણે પોલિટિશ્યનને ડેટ કરવાની વાત કરી છે.  કરીના કપૂરે સિમી ગરેવાલના શો માં જોવા મળી હતી. આ દરમિયાન ખુદ કરીનાએ આ વાત કરી છે.

કરીવા કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ તેની કોન્ટ્રોવર્સી માટે પણ જાણીતી છે. કરીનાએ અનેક સારી ફિલ્મોમાં અભિનય કર્યો છે.  જેના કારણે તેને આજે પણ પસંદ કરવામાં કરવામાં આવે છે. આજે પણ તે અનેક ફિલ્મોમાં એક્ટિવ છે અને ઘણી સારી મુવીઝ પણ બનાવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે કરીના સૈફ અલી ખાન સાથે લગ્ન પહેલા એક પોલિટિશ્યનને ડેટ કરવા માગતી હતી? જ્યારે કરીનાએ એ પોલિટિશ્યનનું નામ જણાવ્યુ તો ઈન્ટરવ્યુઅર પણ ચોંકી ગઈ હતી.

કરીના કપૂર થોડા વર્ષો પહેલા સિમી ગરેવાલના શો પર પહોંચી હતી. આ દરમિયાન તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે દુનિયામાં એક એવા શખ્સનું નામ જણાવો જેને તમે ડેટ કરવા માગતા હો. આ દરમિયાન કરીનાએ કોઈ જ ખચકાટ વિના રાહુલ ગાંધીનું નામ લીધુ હતુ. આ નામ સાંભળીને સિમી ગરેવાલ પણ ચોંકી ગઈ હતી.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

રાહુલ ગાંધીને ડેટ કરવા માગતી હતી કરીના

કરીનાનો આ વીડિયો એ સમયનો છે, જ્યારે સૈફ અલી ખાન સાથે તેના લગ્ન થયા ન હતા. ત્યારે સિમી ગરેવાલે એક્ટ્રેસને સવાલ કર્યો હતો કે જો તેને કોઈને ડેટ પર લઈ જવાનો મોકો મળે તો તે કોને પસંદ કરશે? આના પર કરીનાએ કહ્યુ હતુ કે, “શું મારે આ વાત કહેવી જોઈએ? જો કે મને લાગે છે કે મારે એ કહેવુ જોઈએ, આનાથી વિવાદ થઈ શકે, કારણ કે હું તેને જાણવા માગુ છુ. એ છે રાહુલ ગાંધી. હું તેને જાણવાનું પસંદ કરીશ.” આગળ કરીનાએ ઉમેર્યુ કે “તે એક પોલિટિકલ પરિવારથી આવે છે અને તે ખુદ ફિલ્મી પરિવારથી છે. એવામાં બંને વચ્ચે સારી વાતો પર ચર્ચા થઈ શકે છે”

સિમી ગરેવાલ ચોંકી ગયા

કરીના કપૂરની આ વાતો સાંભળી ખુદ સિમી ગરેવાલ ચોંકી ગયા હતા અને આ વિષય પર આગળ તેમણે કોઈ સવાલ કર્યો ન હતો. આ તરફ કરીના કપૂર પણ પાછળથી પોતાના નિવેદનથી કિનારો કરતી જોવા મળી હતી.  વર્ષ 2009માં જ્યારે એક્ટ્રેસને તેના આ નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યુ કે એ જૂની વાત છે. કરીનાનું કહેવુ હતુ કે તેમણે આ વાત એટલા માટે કહી હતી તે બંને ખૂબ મશહુર હતા.

બોલિવુડને લગતા આવા જ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો