વીરે દી વેડિંગ 2 આવશે? રિયા કપૂર સાથે ફરી કામ કરશે કરીના કપૂર, આવી હશે ફિલ્મની સ્ટોરી

કરીના કપૂર (Kareena Kapoor) ફરી એકવાર રિયા કપૂરની ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. રિયા સાથે કરીનાએ 2018માં 'વીરે દી વેડિંગ'માં કામ કર્યું હતું.

વીરે દી વેડિંગ 2 આવશે? રિયા કપૂર સાથે ફરી કામ કરશે કરીના કપૂર, આવી હશે ફિલ્મની સ્ટોરી
kareena-kapoorImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 5:43 PM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર (Kareena Kapoor) ટૂંક સમયમાં ફિલ્મ પ્રોડ્યુસર રિયા કપૂર (Rhea Kapoor) સાથે એક ફિલ્મમાં કામ કરશે. બંનેએ આ પહેલા ‘વીરે દી વેડિંગ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર પણ હતી. પરંતુ કરીનાએ એ સ્પષ્ટ કર્યું છે કે તે 2018ની વીરે દી વેડિંગની સિક્વલ પર કામ કરી રહી નથી. આ ફિલ્મ તેનાથી થોડી અલગ હશે, પરંતુ તેની સ્ટોરી પણ મહિલાઓ પર આધારિત હશે. કરીના કપૂર ખાન ટૂંક જ સમયમાં આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. તે 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. એક ઈન્ટરવ્યુમાં કરીનાએ તેની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરી હતી. કરીનાએ કહ્યું કે આ ફિલ્મની સ્ટોરી 3 મહિલાઓની હશે અને તેનું શૂટિંગ આ વર્ષના અંત અથવા 2023ની શરૂઆતમાં શરૂ થશે.

ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ: કરીના કપૂર

કરીના કપૂરે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે હું રિયા સાથે એક ફિલ્મ કરી રહી છું. આ વીરે 2 નથી. આ 3 મહિલાઓની સ્ટોરી છે. તે થોડી અલગ હશે, તે ખૂબ જ સરસ અને રસપ્રદ વાર્તા છે. તેણે કહ્યું કે ટીમે ફિલ્મની કાસ્ટને ફાઈનલ કરી છે અને તેમાં 2 મોટા એક્ટર્સ સામેલ છે, પરંતુ હું બંનેના નામ નથી જણાવી શકતી. હું તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છું. હું ફિલ્મની જાહેરાતની રાહ જોઈ રહી છું. આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષે જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ થશે. કરીના છેલ્લે 2020માં ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈરફાન ખાન અને રાધિકા મદાન હતા.

આ પણ વાંચો

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ હશે?

રિયા કપૂર અનિલ કપૂરની પુત્રી છે. સોનમ કપૂર તેની બહેન છે અને હર્ષવર્ધન કપૂર તેનો ભાઈ છે. તેણે પ્રોડ્યુસરના રૂપમાં 2010માં આઈશા, 2014માં ખૂબસુરત અને 2018માં વીરે દે વેડિંગમાં કામ કર્યું છે. આ ત્રણેય ફિલ્મોમાં સોનમ કપૂર રહી ચૂકી છે. એવી શક્યતા છે કે અપકમિંગ ફિલ્મમાં સોનમ કપૂર પણ હશે, પરંતુ તે અત્યારે પ્રેગ્નેંટ છે. વીરે દી વેડિંગ તે સમયે હિટ રહી હતી. કમાણીના મામલામાં પણ આ ફિલ્મ સફળ રહી હતી. પરંતુ કેટલાક સીનને લઈને વિવાદ થયો હતો અને તે ચર્ચાનો વિષય બન્યો હતો.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">