કરણ જોહર (Karan Johar) આ દિવસોમાં તેના અપકમિંગ ટોક શો ‘કોફી વિથ કરણ’ની (Koffee With Karan) સાતમી સીઝનની તૈયારીમાં બિઝી છે. આ શો ડિઝની + હોટસ્ટાર પર ટેલિકાસ્ટ થશે. આ નવી સિઝનની શરૂઆત આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે થઈ છે. પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં, કરણ જોહરે એક ચેટ શોમાં ખુલાસો કર્યો છે કે તે ‘કુછ કુછ હોતા હૈ’ની રિમેકમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાન્હવી કપૂરને કાસ્ટ કરશે. પરંતુ આ ક્યારે શક્ય બનશે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી.
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં કરણ જોહરે રેપિડ ફાયરના સવાલોના જવાબ તે જ અંદાજમાં આપ્યા. જ્યારે કરણને પૂછવામાં આવ્યું કે તમે સારા મેચમેકર છો? અને તમે અત્યાર સુધી બોલિવૂડમાં કેટલા મેચ કર્યા છે? આ વિશે જાણકારી આપતાં કરણ જોહરે કહ્યું, હું સારો એક મેચમેકર છું.
રેપિડ ફાયરના અંતે તેને પૂછવામાં આવ્યું કે જો ‘કુછ કુછ હોતા હૈ’ રિમેક થશે તો તમે તેમાં કોને કાસ્ટ કરશો? જવાબમાં કરણ જોહરે કહ્યું, રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાન્હવી કપૂર. આલિયા કાજોલનો રોલ કરશે, જાન્હવી રાની મુખર્જીનો રોલ કરશે અને રણવીર સિંહ શાહરૂખ ખાનનો રોલ કરશે.
હાલમાં આ શો સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટે લગ્ન પછીની જિંદગીમાં આવેલા ફેરફારો વિશે ખુલીને કરણ જોહર સાથે વાત કરી હતી. રણવીર સિંહે જણાવ્યું હતું કે કેવી રીતે તેનું વોર્ડરોબ પણ બદલાયું છે.
કરણ જોહરનો આ ટોક શો લગભગ 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, જે એકદમ નવા અંદાજમાં લોકોની સામે આવશે. શોનું ફોર્મેટ એ જ છે જેમાં સેલિબ્રિટીઓ સાથે રેપિડ ફાયર રાઉન્ડ હશે અને તેમાં તેઓ તેમના પર્સનલ જીવન સાથે જોડાયેલા સવાલોના જવાબ આપશે. પહેલા આ ટોક શો ટેલિવિઝન પર પ્રસારિત થવાનો હતો પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યો નહીં અને હવે તેને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. તો આ વખતનો આ ટોક શો ખૂબ જ ફની બનવાનો છે.