Jubin Nautiyal હોસ્પિટલના બેડ પર જોવા મળ્યો સિંગર, સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યો

|

Dec 03, 2022 | 9:54 AM

Jubin Nautiyal Health Update: બોલિવૂડ પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલ તેના ઘરની સીડી પરથી પડી જતાં ઘાયલ થયા છે. હવે ગાયકની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

Jubin Nautiyal હોસ્પિટલના બેડ પર જોવા મળ્યો સિંગર, સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યો
Jubin Nautiyal હોસ્પિટલના બેડ પર જોવા મળ્યો
Image Credit source: Instagram

Follow us on

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ ટુંકા સમયમાં પોતાની ઓળખ બનાવનાર મશહુર પ્લેબેક સિંગર Jubin Nautiyal ગુરુવારના રોજ તેના ઘરની સીડી પરથી પડી જતા ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિંગર પડી જતા તેના શરીરના અમુક ભાગમાં ઈજા થઈ હતી. જુબિન સાથે આ અક્સ્માત ગુરુવારના રોજ થયો હતો.

સીડી પરથી પડી જતા જુબિનની કોણી અને પાંસળીઓ તુટી ગઈ અને માથામાં સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત બાદ તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલમાં સિંગરના હાથમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે સિંગરે પોતાના ચાહકોને હેલ્થ અપટેડ શેર કર્યું છે. સિંગરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, તેના એક હાથમાં ખુબ ઈજા થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હોસ્પિટલના બેડ પર જોવા મળ્યો સિંગર

શેર કરેલા ફોમાં ઝુબિન હોસ્પિટલના બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે. તેમની સામે સાદો ખોરાક પણ છે. જેને સિંગર ખાતા જોવા મળે છે. આ પોસ્ટ શેર કરતી વખતે જુબીન નૌટિયાલે તેના કેપ્શનમાં લખ્યું છે કે, તમારા બધાના આશીર્વાદ માટે આભાર. ભગવાનની નજર મારી પર છે અને આ જીવલેણ અકસ્માતમાં મને બચાવ્યો. મને રજા આપવામાં આવી છે અને હું સ્વસ્થ થઈ રહ્યો છું.

 

 

જુબિનની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સાથે જ, ચાહકો હવે તેના સ્વાસ્થ્ય અપડેટથી ખૂબ જ ખુશ છે. આ સાથે સિંગરના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઝુબિને ઈન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેના ગીતો ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. સિંગર પોતાના કામની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.

Next Article