AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jersey Song Baliye Re: જર્સીના નવા સોન્ગમાં જોવા મળી શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની લવ સ્ટોરી

શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી'નું નવું ગીત 'બલિયે રે' રિલીઝ થઈ ગયું છે. આ ગીતને જર્સીનું લવ સોન્ગ કહી શકાય. આ ફિલ્મના ટ્રેલરમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર વચ્ચેની લવ કેમિસ્ટ્રી જોવા મળી.

Jersey Song Baliye Re: જર્સીના નવા સોન્ગમાં જોવા મળી શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની લવ સ્ટોરી
Shahid Kapoor and Mrunal Thakur
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:03 PM
Share

શાહિદ કપૂર (Shahid Kapoor) તેની આગામી ફિલ્મ જર્સીને (Jersey) લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ દરમિયાન શાહિદને ઘણી ઈજાઓ પણ થઈ હતી. આ ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ ઘણું હિટ સાબિત થઈ ચૂક્યું છે. હવે તેના ગીતો યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફિલ્મનું એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની લવ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીતમાં શાહિદ કપૂર પણ નવા લૂકમાં જોવા મળી રહ્યો છે.

શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’નું નવું ગીત ‘બલિયે રે’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતને જર્સીનું લવ સોન્ગ કહી શકાય. આ ફિલ્મના ટ્રેલરમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર વચ્ચેની લવ કેમિસ્ટ્રી જોવા મળી. હવે તેમની લવ કેમિસ્ટ્રી પડદા પર કેવી હશે તે જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલા આ બંને વચ્ચેનો પ્રેમ તેના એક ગીત દ્વારા દર્શાવવામાં આવ્યુ છે. શાહિદ અને મૃણાલના ગીતો વચ્ચે ઘણા અંતરંગ દ્રશ્યો પણ જોવા મળે છે.

ફિલ્મ જર્સીનું નવું ગીત ‘બલિયે રે’ સચેત ટંડન, સ્ટેબિન બેન અને પરમપરા ટંડને ગાયું છે. તેના ગીતો પણ શૈલે લખ્યા છે. આ ગીતમાં રૈપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રૈપ મેલો ડી દ્વારા લખવામાં આવ્યુ છે. સંગીતકારની ભૂમિકામાં ચેતના અને પરંપરાની જોડી છે. આ ગીત ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહિદ કપૂર ખૂબ જ યુવાન લાગી રહ્યો છે. આમાં તેના પ્રેમાળ લુકની સાથે તેની ગુસ્સાવાળી સ્ટાઈલ પણ જોવા મળી રહી છે.

આ ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર લીડ રોલમાં છે. શાહિદ આ જ નામની તેલુગુ ફિલ્મ જર્સીની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદ સાથે પિતા પંકજ કપૂર પણ જોવા મળવાના છે. જર્સીના ઓરિજીનલ વર્ઝનના નિર્દેશક, ગૌથમ તિન્નાનુરી પણ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ 31 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર અને ગીત ‘મેહરમ’ રિલીઝ થયું છે, જેમાં શાહિદના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – Maharashtra Board: મહારાષ્ટ્ર બોર્ડનો શાળાનો અભ્યાસક્રમ બદલાયો, હવે ધોરણ 1 થી 8 સુધી એક નવો વિષય ભણાવવામાં આવશે

આ પણ વાંચો – Surat : કોરોનાની ચિંતા લોકો કરે, કોર્પોરેશનને કોઈ ડર નથી : સફાઈ કર્મચારીઓના સન્માનમાં પાલિકા દ્વારા મોટું આયોજન

g clip-path="url(#clip0_868_265)">