AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઇમરાન ખાન પર ‘નવી આફત’! ‘લીવ ઇન્ડિયા’ નોટિસ બાદ હવે OCI રદ કરવાની તૈયારી

બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. 28 ઓક્ટોબર સુધી દેશ છોડવાના આદેશ બાદ હવે તેનું OCI સ્ટેટસ પણ જોખમમાં છે. 'લીવ ઇન્ડિયા' નોટિસ સામે હાઇકોર્ટ ગયા બાદ FRRO એ તેને વધુ એક Show Cause નોટિસ આપી દીધી છે.

Breaking News: ઇમરાન ખાન પર 'નવી આફત'! 'લીવ ઇન્ડિયા' નોટિસ બાદ હવે OCI રદ કરવાની તૈયારી
| Updated on: Oct 18, 2026 | 8:35 PM
Share

બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલાં 28 ઓક્ટોબર સુધી દેશ છોડવાનો આદેશ અને હવે ભારતમાં તેની ઓળખ (OCI-Overseas Citizen of India સ્ટેટસ) પણ છીનવાઈ જવાની નોબત આવી ગઈ છે.

શનિવારે જ્યારે ઇમરાન ‘લીવ ઇન્ડિયા’ નોટિસ સામે બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યો, તો બરાબર તેના પછીના જ દિવસે એટલે કે રવિવારે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) એ તેના હાથમાં વધુ એક Show Cause નોટિસ પકડાવી દીધી.

હવે શું છે ‘નવો વિવાદ’?

આ નવી નોટિસમાં સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે, તેનું ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ કેન્સલ શા માટે ન કરવામાં આવે? FRRO એ આની પાછળ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં થયેલા વિરોધ-પ્રદર્શનનો હવાલો આપ્યો છે.

આ એ જ પ્રદર્શન હતું, જે દિલ્હીમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલનના સમર્થનમાં કરવામાં આવ્યું હતું.

નોટિસ મુજબ, આ પ્રદર્શન માટે પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી અને ગેરકાયદેસર રીતે એકઠા થવાના આરોપસર ઇમરાન સહિત અન્ય લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો.

15 દિવસનો સમય

સિટિઝનશિપ એક્ટ 1955 હેઠળ OCI કાર્ડ રદ કરતાં પહેલાં સુનાવણીની તક આપવી જરૂરી હોય છે. તેથી, એજન્સીએ ઇમરાનને જવાબ દાખલ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, નોટિસમાં પોતે FRRO એ એ વાત સ્વીકારી છે કે, માત્ર FIR નોંધાવવી, કસ્ટડીમાં લેવાવું કે કોઈ ધરણામાં જોડાવું એ પોતાની જાતે OCI કાર્ડ રદ કરવાનો સીધો અને ચોક્કસ આધાર નથી બની જતો.

એક ફરિયાદ અને શરૂ થયો ‘આખો વિવાદ’

આ બધો હોબાળો એક પૂર્વ ભાજપ સાંસદની ફરિયાદ બાદ શરૂ થયો હતો. તેણે મુંબઈ પોલીસ સમક્ષ ઇમરાનના આ ધરણામાં જોડાવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ પછી 14 ઓક્ટોબરે ઇમિગ્રેસન બ્યુરોએ નવા ‘ઇમિગ્રેસન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025’ ની કલમ 7 અને 29 નો ઉપયોગ કરીને ઇમરાનને 28 ઓક્ટોબર 2026 સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટમાં આરપારની તૈયારી

ઇમરાન ખાન આ સરકારી આદેશ સામે પહેલાથી જ બોમ્બે હાઇકોર્ટનો દરવાજા ખટખટાવી ચૂક્યો છે. તેનું કહેવું છે કે, કોઈ મજબૂત કારણ આપ્યા વગર અને તેનો પક્ષ સાંભળ્યા વગર તેને દેશમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

હવે જ્યાં એક તરફ હાઇકોર્ટમાં તેના દેશ છોડવાની નોટિસ પર સુનાવણી થવાની છે, તો બીજી તરફ 15 દિવસની અંદર તેણે એ પણ સાબિત કરવું પડશે કે તેનું OCI કાર્ડ શા માટે છીનવી લેવામાં ન આવે?

Breaking News: મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ 5-7 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી, બે લોકો ઈજાગ્રસ્ત, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

Follow Us
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
ડાંગના ખેડૂતોએ પાક નુકસાનીનો સરવે કરાવી વળતર આપવાની કરી માગ
ડાંગના ખેડૂતોએ પાક નુકસાનીનો સરવે કરાવી વળતર આપવાની કરી માગ
વડોદરામાં નશાખોરોનો આતંક! કાલાઘોડા બ્રિજ પાસે થાર કારનો અકસ્માત
વડોદરામાં નશાખોરોનો આતંક! કાલાઘોડા બ્રિજ પાસે થાર કારનો અકસ્માત
g clip-path="url(#clip0_868_265)">