AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krrish 4: ઋતિક રોશનની ક્રિશ 4ની જોઈ રહ્યા છો રાહ? સામે આવ્યું છે મોટું અપડેટ

સુપરહીરોના અવતારમાં ઋતિક રોશનને (Hrithik Roshan) બધાએ પસંદ કર્યો હતો. લોકો તેની ફિલ્મ ક્રિશ 4ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. લોકો તેને ફરી એકવાર ક્રિશના રોલમાં જોવા માંગે છે. હાલમાં આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ક્રિશ ફ્રેન્ચાઈઝીની શરૂઆત કોઈ મિલ ગયા ફિલ્મથી થઈ હતી, જેમાં ઋતિકની સામે પ્રીતિ ઝિન્ટા જોવા મળી હતી. પછી ફરી ક્રિશના બંને ભાગમાં પ્રિયંકા ચોપરા ફીમેલ લીડ હતી.

Krrish 4: ઋતિક રોશનની ક્રિશ 4ની જોઈ રહ્યા છો રાહ? સામે આવ્યું છે મોટું અપડેટ
Krrish 4
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 10:15 PM
Share

કોઈ મિલ ગયા, ક્રિશ અને ક્રિશ 3, ઋતિક રોશનની (Hrithik Roshan) આ ત્રણ ફિલ્મોને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. કોઈ મિલ ગયા બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને ક્રિશના બંને ભાગ બ્લોકબસ્ટર હતા. હવે ઋતિકના તમામ ચાહકો ક્રિશ 4ની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ઋતિક ક્યારે ફરીથી સુપરહીરોના અવતારમાં સ્ક્રીન પર જોવા મળશે.

હાલમાં ક્રિશ 4 વિશે એક મોટી જાણકારી સામે આવી છે. રિપોર્ટ મુજબ કરણ મલ્હોત્રા ક્રિશ 4નું ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ શરૂ કરી દીધું છે અને આ વર્ષે જ શૂટિંગ શરૂ થવાની આશા છે. પરંતુ આ અંગે ઓફિશિયલ રીતે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે ક્રિશ ફ્રેન્ચાઈઝીની શરૂઆત કોઈ મિલ ગયા ફિલ્મથી થઈ હતી, જેમાં ઋતિકની સામે પ્રીતિ ઝિન્ટા જોવા મળી હતી. પછી ફરી ક્રિશના બંને ભાગમાં પ્રિયંકા ચોપરા ફીમેલ લીડ હતી. વિવેક ઓબેરોય પણ ક્રિશ 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેને વિલનની ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે જોવાનું એ રહેશે કે દર્શકોને ક્રિશ 4ની ગિફ્ટ કેટલા સમયમાં મળે છે.

આ ફિલ્મમાં પણ જોવા મળશે ઋતિક

લાંબા સમયથી ઋતિક રોશન તેની અપકમિંગ ફિલ્મ ફાઈટરને લઈને પણ ચર્ચામાં છે. ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ જોવા મળવાના છે. ફિલ્મની રિલીઝ ડેટ પહેલા જ જાહેર કરવામાં આવી છે. ફાઈટર 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થવાની છે. મેકર્સે ગયા મહિને આ ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું, જેમાં ઋતિક, દીપિકા અને અનિલ કપૂરની ઝલક જોવા મળી હતી.

આ પણ વાંચો: અક્ષય કુમારની ફિલ્મનું બદલાયું નામ, ધ ગ્રેટ INDIA રેસ્ક્યૂથી થયું આ નામ, મોશન પિક્ચર પણ રિલીઝ, જુઓ Video

તમને જણાવી દઈએ કે છેલ્લી વખત ઋતિક સૈફ અલી ખાન સાથે વિક્રમ વેધમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. પરંતુ ઋતિક આ ફિલ્મ દ્વારા કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નથી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર 78.66 કરોડની કમાણી કરી શકી હતી અને એવરેજ સાબિત થઈ હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">