Samrat Prithviraj : સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગૃહમંત્રી અમિત શાહે જોઈ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’, અક્ષય કુમારની સામે કર્યા વખાણ

|

Jun 02, 2022 | 9:09 AM

અમિત શાહે (Amit Shah) અક્ષય કુમારની ફિલ્મના વખાણ કર્યા. અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) 3 જૂનથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા અક્ષય કુમારે કેટલાક ખાસ લોકો માટે ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે.

Samrat Prithviraj : સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ગૃહમંત્રી અમિત શાહે જોઈ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ, અક્ષય કુમારની સામે કર્યા વખાણ
akshay kuma with Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) અક્ષય કુમારની ફિલ્મ “સમ્રાટ પૃથ્વીરાજ” (Samrat Prithviraj) તેમના માટે આયોજિત સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ હતી. તેઓ આ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ફિલ્મની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, આ ફિલ્મ આપણી ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે જે મહિલાઓનું સન્માન કરે છે અને મહિલા સશક્તિકરણને પુરસ્કાર આપે છે. ભારતમાં વર્ષ 2014થી સાંસ્કૃતિક જાગૃતિ શરૂ થઈ છે અને તે ફરી એકવાર ભારતને સફળતાના શિખરો પર લઈ જશે. અમિત શાહે પીયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર, અશ્વિની વૈષ્ણવ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે આ ફિલ્મ જોઈ હતી.

અમિત શાહનો વીડિયો અહીં જુઓ….

જાણો શું કહે છે ગૃહમંત્રી અમિત શાહ

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અમિત શાહ એમ કહે છે કે “મર્યાદામાં રહીને મહિલાઓની આઝાદી શું હોઈ છે, જ્યારે તેઓનું સન્માન કેવી રીતે થઈ શકે છે, સમાન અધિકાર શું હોઈ શકે, આપણી આ સંસ્કૃતિનું ખૂબ જ સુંદર નિરૂપણ ચંદ્રપ્રતાપજીએ કર્યું છે. પૃથ્વીરાજ એક એવા યોદ્ધાની વાર્તા છે જે અફઘાનિસ્તાનથી દિલ્હી સુધી દરેક ઇંચ જમીન માટે લડ્યા હતા. 900 વર્ષનું આ યુદ્ધ વ્યર્થ ગયું ન હતું. વર્ષ 1947માં આપણે આઝાદ થયા અને હું નિશ્ચિતપણે કહી શકું કે 2014થી ભારતમાં સાંસ્કૃતિક જાગૃતિનો નવો યુગ શરૂ થયો.

અક્ષય કુમારે એક ઈમોશનલ મેસેજ પોસ્ટ કર્યો છે

અમિત શાહે ફિલ્મના વખાણ કર્યા બાદ અક્ષય કુમાર ખૂબ જ ભાવુક દેખાતા હતા. આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ શેયર કરી છે. અક્ષય કુમારે લખ્યું છે કે, “મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક અને ખૂબ જ ગર્વની સાંજ છે. અમારી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ જોઈને માનનીય ગૃહમંત્રી અમિત શાહે અમારું સન્માન કર્યું છે. અમારી ફિલ્મ માટે તેમની પ્રશંસાએ અમારા પ્રયત્નોને સફળ બનાવ્યા. આ માટે હું હંમેશા આભારી રહીશ.”

અક્ષયની પોસ્ટ અહીં જુઓ…..

અભિનેત્રી માનુષી છિલ્લરની ડેબ્યુ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ છે

આ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અભિનેત્રી માનુષી છિલ્લર માટે પણ ખૂબ જ ખાસ છે. કારણ કે આ ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અક્ષય કુમાર અને માનુષી બંને પોતાની ફિલ્મના પ્રમોશન માટે ભારતના કેટલાક શહેરોમાં જઈ રહ્યા છે. આજે સ્ક્રીનિંગ પહેલાં, તેણે જોયું કે તે કિલા રાય પિથોરા ગયો અને સમ્રાટ પૃથ્વીરાજને શ્રદ્ધાંજલી આપી. ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રતાપ દ્વિવેદી પણ તેમની સાથે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

 

Next Article