Cannes Film Festival 2022 : ઈન્ડો-હોલીવુડમાં હિના ખાનનું ડેબ્યુ, અભિનેત્રીએ આગામી ફિલ્મ ‘કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ’નું પોસ્ટર કર્યું લોન્ચ

|

May 23, 2022 | 11:26 AM

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન હિના ખાને તેની આગામી ફિલ્મ 'કંટ્રી ઓફ બ્લાઈન્ડ'નું (Country Of Blind) પોસ્ટર લોન્ચ કર્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે-આ પાત્ર ખૂબ જ પડકારજનક હતું.

Cannes Film Festival 2022 : ઈન્ડો-હોલીવુડમાં હિના ખાનનું ડેબ્યુ, અભિનેત્રીએ આગામી ફિલ્મ કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડનું પોસ્ટર કર્યું લોન્ચ
Hina Khan debuts in Indo-Hollywood

Follow us on

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હિના ખાન (Hina Khan) આજકાલ તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં (Cannes Film Festival 2022) બોલીવુડ અને ટીવીના તમામ સ્ટાર્સ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી રહ્યા છે. આવી સ્થિતિમાં હિના ખાન હાલમાં જ તેના લુક્સથી રેડ કાર્પેટ પર આગ લગાવતી જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાની હોટ સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ટીવી સ્ટાર હિના ખાને આ વર્ષે બીજી વખત કાન્સમાં એન્ટ્રી કરી છે. આ વખતે હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની આગામી ફિલ્મ ‘કંટ્રી ઓફ બ્લાઈન્ડ’નું (Country Of Blind) પોસ્ટર લોન્ચ કર્યું. એચજી વેલ્સની નવલકથા પર આધારિત ફિલ્મ કન્ટ્રી ઓફ ધ બ્લાઈન્ડનું નિર્દેશન રાહત કાઝમી દ્વારા કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ઈન્ડો-હોલીવુડમાં હિનાનું આ પહેલું પગલું છે. તેની પ્રથમ ફિલ્મ અંધ લોકોની આસપાસ ફરશે. ફિલ્મમાં એક સ્ટોરી બતાવવામાં આવશે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે આંખોથી ન જોઈ શકવા છતાં પણ આ લોકો કેવી રીતે પોતાની દુનિયામાં ખુશ રહે છે. વાસ્તવમાં, આ ફિલ્મ તમને જીવન જીવવાની એક અલગ રીત સમજાવશે. તે તમને જણાવશે કે કોઈ વ્યક્તિ કંઈ પણ જોયા વિના માત્ર અનુભવ કરીને પણ કેવી રીતે ખુશ રહી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફિલ્મમાં હિનાનું પાત્ર ખૂબ જ પડકારજનક છે

એટલું જ નહીં, હિના આ ફિલ્મમાં એક અંધ મહિલાનો રોલ પણ કરી રહી છે. અભિનેત્રીએ પોતે ફિલ્મનું પોસ્ટર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે. સાથે જ પોતાની આગામી ફિલ્મ વિશે પણ માહિતી આપી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેયર કરતાં હિના ખાને જણાવ્યું કે, આ પાત્ર તેના માટે કેટલું પડકારજનક રહ્યું છે.

અહીં હિનાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જુઓ….

હિનાની પહેલી ઈન્ડો-હોલીવુડ ફિલ્મ

તમને જણાવી દઈએ કે હિના ખાન ફિલ્મ કન્ટ્રી ઓફ ધ બ્લાઈન્ડ દ્વારા ઈન્ડો-હોલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું પોસ્ટર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હિના ખાન એક અંધ છોકરીનો રોલ કરી રહી છે. તે ‘કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ’માં તીર ચલાવતી જોવા મળશે. હવે તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે એક અંધ છોકરી કેવી રીતે તીર ચલાવશે.

Next Article