Himesh Reshammiya Birthday Special: સલમાન ખાનની આ ફિલ્મથી હિમેશ રેશમિયાએ પોતાના કરિયરની કરી શરૂઆત, તેના જન્મદિવસ પર જાણો તેની સાથે જોડાયેલી વાતો

|

Jul 23, 2022 | 8:54 AM

Himesh Reshammiyaએ સિંગર-મ્યુઝિક ડિરેક્ટર હોવાની સાથે-સાથે ઘણા ટીવી રિયાલિટી શોને જજ કર્યા છે. હિમેશ રેશમિયા 'સુપરસ્ટાર સિંગર 2' અને 'સા રે ગા મા પા' શોમાં જજ તરીકે જોડાયો છે.

Himesh Reshammiya Birthday Special: સલમાન ખાનની આ ફિલ્મથી હિમેશ રેશમિયાએ પોતાના કરિયરની કરી શરૂઆત, તેના જન્મદિવસ પર જાણો તેની સાથે જોડાયેલી વાતો
Himesh Reshammiya Birthday

Follow us on

આજે બોલિવૂડ અભિનેતા, ગાયક અને સંગીત નિર્દેશક હિમેશ રેશમિયાનો (Himesh Reshammiya) જન્મદિવસ છે. હિમેશ રેશમિયા પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઈ 1973ના રોજ ગુજરાતમાં થયો હતો. તમને જણાવી દઈએ કે ઘણા લોકો બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયાની મજાક ઉડાવતા હતા. કારણ કે તે એક એવા સિંગર છે જે નાકમાંથી ગાય છે. જો કે આ કારણોસર હિમેશ રેશમિયાને ઘણા એવોર્ડ મળ્યા છે. હિમેશ રેશમિયાએ સિંગર-મ્યુઝિક ડિરેક્ટર (Singer-Music Director) હોવાની સાથે-સાથે ઘણા ટીવી રિયાલિટી શોને જજ કર્યા છે. આજે તેમના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

સલમાન ખાનની ફિલ્મથી કરિયરની કરી હતી શરૂઆત

બોલિવૂડ સ્ટાર સિંગર હિમેશ રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મથી સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. સલમાન ખાનની આ ફિલ્મનું નામ હતું ‘પ્યાર કિયા તો ડરના ક્યા’. આ પછી હિમેશે મ્યુઝિક ડિરેક્ટર તરીકે પાછું વળીને જોયું નથી. તેણે ઘણી ફિલ્મોમાં ગાયું અને સંગીત આપ્યું. એટલું જ નહીં, હિમેશ રેશમિયાનું આલ્બમ ‘આપ કા સુરૂર’ ભારતીય Music Industriesના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધારે વહેંચાયેલું આલ્બમ છે. ખાસ વાત એ છે કે ‘આપ કા સુરૂર’ હિમેશ રેશમિયાનું પહેલું મ્યુઝિક આલ્બમ હતું. આ આલ્બમ હિટ થયા પછી હિમેશને નામ અને ખ્યાતિ બંને મળ્યા. તેના દ્વારા ગાયેલા ‘આશિક બનાયા આપને’ અને ‘ઝલક દિખલા જા’ ગીતો આજે પણ લોકોના હોઠ પર છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

અભિનયમાં પણ અજમાવ્યું નસીબ

હિમેશ રેશમિયાએ માત્ર સંગીતમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં અભિનયમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેણે વર્ષ 2007માં ફિલ્મ ‘આપકા સુરૂર’થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે કર્ઝ અને કજરારે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. નોંધનીય છે કે હિમેશ રેશમિયા એવા પહેલા કલાકાર છે જેમણે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં પોતાનું પરફોર્મન્સ આપ્યું છે. એટલું જ નહીં તેની ફિલ્મ કજરારેનું શૂટિંગ જોર્ડનના પેટ્રામાં થયું હતું. જે આ સ્થળે શૂટ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી.

બોલિવૂડના શ્રેષ્ઠ ગીતો

તમને જણાવી દઈએ કે હિમેશ રેશમિયાએ બોલિવૂડમાં એક થી એક શ્રેષ્ઠ ગીતો ગાયા છે. આપકી ખાતિર, નામ હૈ તેરા, વીરાનિયા, આપકી કશિશ, કુછ તો સમજો ના જેવા તમામ ગીતોને તેના અવાજથી શણગાર્યા છે. તેમનું ગાયેલું ગીત યું તેરા-મેરા મિલના આજે પણ લોકોની જીભ અને દિમાગમાં છે. હિમેશ સંગીતકાર હોવા ઉપરાંત ટીવી રિયાલિટી શોને જજ પણ કરે છે. હિમેશ રેશમિયા ‘સુપરસ્ટાર સિંગર 2’ અને સા રે ગા મા પા જેવા ઘણા મ્યુઝિક શોમાં જજ તરીકે જોવા મળ્યો છે. હિમેશ રેશમિયાએ 11 મે 2018ના રોજ ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેણે વર્ષ 2017માં તેની પ્રથમ પત્ની કોમલ સાથે છૂટાછેડા લીધા હતા.

Next Article