કુછ તો ગડબડ હૈ: ‘ટાઈગર 3’ માં રોલની વાત નકારીને તુર્કી જવા રવાના આ મોટો અભિનેતા, જ્યાં ચાલી રહી છે શૂટિંગ

બોલિવૂડના અભિનેતા ઇમરાન હાશ્મી તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં જ ઇમરાનની ફિલ્મ ચેહરે રિલીઝ થઇ છે. આ ફિલ્મ માટે અભિનેતાની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. હવે ટાઈગર 3 ને લઈને અભિનેતા ચર્ચામાં છે.

કુછ તો ગડબડ હૈ: 'ટાઈગર 3' માં રોલની વાત નકારીને તુર્કી જવા રવાના આ મોટો અભિનેતા, જ્યાં ચાલી રહી છે શૂટિંગ
Has Emraan Hashmi left for Turkey to shoot for Tiger 3?

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘ટાઈગર 3’માં (Tiger 3) ઇમરાન હાશ્મીની (Emraan Hashmi) ભૂમિકાની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું ‘ટાઈગર 3’ ફિલ્મ કરી રહ્યો છું. આ પછી, ચાહકો ચોંકી ગયા. પરંતુ હવે ઇમરાન તાજેતરમાં તુર્કી જવા રવાના થયો છે.

હા, ઇમરાન હાશ્મીએ તાજેતરમાં જ ટાઇગર 3 નો ભાગ બનવા પર કહ્યું હતું કે હું તેને નકારીશ નહીં, પણ હું હા પણ નહીં કહું. જ્યારે સમય યોગ્ય હશે ત્યારે હું તેના વિશે વાત કરીશ. પરંતુ અભિનેતાના ફોટા પરથી એવું લાગે છે કે તે ટાઈગર 3 ના શૂટિંગ માટે રવાના થઈ ગયો છે.

ઇમરાન તુર્કી જવા રવાના થયો

હવે ઇમરાન હાશ્મીએ તુર્કી જતાની સાથે જ ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી છે. એરપોર્ટ પર ક્લિક થયેલી આ સેલ્ફીમાં તેને મેચિંગ ફેસ માસ્ક સાથે બ્લેક ટી-શર્ટમાં જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે તેણે પોસ્ટને કેપ્શન આપ્યું હતું, ‘કેચિંગ રેડ આઈ ફ્લાઈટ ટૂ TR’ !!

 

View this post on Instagram

 

A post shared by Emraan Hashmi (@therealemraan)

દેખીતી રીતે રશિયામાં પાંચ દિવસનું શેડ્યૂલ પૂરું કર્યા પછી, સલમાન ખાનની ‘ટાઈગર 3’ ની ટીમ હવે શૂટિંગ માટે તુર્કી શિફ્ટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઇમરાનની સેલ્ફી ચાહકોના મનમાં ઘણા સવાલો ઉભા કરી રહી છે. ફોટો બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇમરાન ટાઈગર 3 ના શૂટિંગ માટે રવાના થઈ ગયો છે.

ક્યાંક હવે ચાહકોના મનમાં એક સવાલ છે કે શું ઇમરાન શુટિંગ માટે ખરેખર સલમાન સાથે જોડાશે? જો તે ખરેખર ફિલ્મનો હિસ્સો બને છે, તો તે ચાહકો માટે આ વાત કોઈ ભેટથી ઓછી નહીં હોય.

જાણો શું કહ્યું ઇમરાને

એક ઈન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું હતું કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે હું ‘ટાઈગર 3’ નો ભાગ બનવા જઈ રહ્યો છું. લોકો કહી રહ્યા છે કે હું ટાઈગર 3 કરી રહ્યો છું, પણ મેં આ ફિલ્મનું કોઈ શૂટિંગ કર્યું નથી, હું આ ફિલ્મનો ભાગ નથી. મને ખબર નથી કે લોકો કેમ કહી રહ્યા છે કે હું આ ફિલ્મ કરી રહ્યો છું.

અગાઉ એવા અહેવાલો હતા કે સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવશે. એવું કહેવામાં આવતું હતું કે ઇમરાને આ ફિલ્મ માટે પોતાના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

 

આ પણ વાંચો: Video: આવા ભારતીય મુસલમાનો પર નસીરુદ્દીન શાહનો ગુસ્સો સાતમાં આસમાને, ધર્મને લઈને પૂછ્યો આ સવાલ

આ પણ વાંચો: Video: Kapil Sharma Show માં રિદ્ધિમાએ ખોલી રણબીરની પોલ, ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા કરતો હતો આવું કામ

Click on your DTH Provider to Add TV9 Gujarati