આર્યન ખાનના જન્મદિવસ પહેલા #HappyBirthdayAryanKhan થયુ ટ્રેન્ડ, યુઝર્સે કહ્યું ” હિંમત રાખ “

આર્યન ખાન 13 નવેમ્બરના રોજ તેનો 24મો જન્મદિવસ ઉજવશે. ત્યારે તેના જન્મદિવસના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #HappyBirthdayAryanKhan ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

આર્યન ખાનના જન્મદિવસ પહેલા #HappyBirthdayAryanKhan થયુ  ટ્રેન્ડ, યુઝર્સે કહ્યું  હિંમત રાખ
Aryan Khan (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 12, 2021 | 5:08 PM

Viral : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન 13 નવેમ્બર 2021ના રોજ તેનો 24મો જન્મદિવસ ઉજવશે. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનને હાલ બોમ્બે હાઈકોર્ટ રાહત આપી છે.આર્યનના જન્મદિવસના એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા યુઝર્સ અને તેમના ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે. આર્યનના જન્મદિવસ (Aryan Khan Birthday) પર તેની કઝીન આલિયા છીબાએ પણ એક પોસ્ટ શેર કરી છે. જો કે તે ઘણી જૂની છે. ખાસ વાત એ છે કે જન્મદિવસના એક દિવસ પહેલા આર્યન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

જન્મ દિવસની શુભકામનાઓ સાથે યુઝર્સ આર્યનને હિંમત રાખવાની સલાહ આપી રહ્યા છે. અભિનંદન આપતા એક યુઝરે (User) લખ્યુ કે, ‘અમારા સિમ્બા, આર્યન ખાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમારું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહે #HappyBirthdayAryanKhan’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બોલિવૂડના આવનારા હીરોને જન્મદિવસની શુભેચ્છા # HappyBirthdayAryanKhan Future Indian સુપર હીરો.’

જુઓ વાયરલ પોસ્ટ

તમને જણાવી દઈએ કે, ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) આર્યન ને 24 દિવસ સુધી કસ્ટડીમાં રહેવાનો વારો આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસો આર્યનના જીવનના સૌથી મુશ્કેલ દિવસો હતા. ત્યારે આવી સ્થિતિમાં આર્યનનો જન્મદિવસ તેના માટે ખુબ ખાસ રહેશે.

આ પણ વાંચો: Video : નશામાં ભાન ભુલેલા કાકાએ આખી બજાર માથે લીધી, કાકાની હરકત જોઈને યુઝર્સે કહ્યુ ‘જુનિયર ખલી’

આ પણ વાંચો: Video : ગલુડિયાની ડાન્સ બેટલે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી ! આ અનોખી બેટલ જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati