Happy Birthday Mithun Chakraborty: પહેલા ટેકમાં સીન પૂર્ણ કરી લે છે મિથુન, બોલિવૂડમાં પ્રખ્યાત હતો ‘ચક્રવર્તી શોટ’

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તીએ પડદા પર પોતાનાં અભિનય સાથે ડાન્સ અને એક્શનની સાથે લાંબા સમયથી સ્ક્રીન પર હેડલાઇન્સ બનાવી હતી. તે પોતાના ખાસ અભિનય અને ડાન્સ માટે હંમેશાં દર્શકોની પહેલી પસંદ છે.

Happy Birthday Mithun Chakraborty: પહેલા ટેકમાં સીન પૂર્ણ કરી લે છે મિથુન, બોલિવૂડમાં પ્રખ્યાત હતો 'ચક્રવર્તી શોટ'
Mithun Chakraborty
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 16, 2021 | 7:32 AM

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તીએ પડદા પર પોતાનાં અભિનય સાથે ડાન્સ અને એક્શનની સાથે લાંબા સમયથી સ્ક્રીન પર હેડલાઇન્સ બનાવી હતી. તે પોતાના ખાસ અભિનય અને ડાન્સ માટે હંમેશાં દર્શકોની પહેલી પસંદ છે. મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950 ના રોજ થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કોલકત્તાથી કર્યો હતો. તેમનો શરૂઆતથી જ અભિનય તરફ ઝુકાવ હતો. આજ કારણથી મિથુન ચક્રવર્તી અભિનયનો અભ્યાસ કરવા પુણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ચાલ્યા ગયા હતા.

લાંબા સંઘર્ષ પછી, મિથુન ચક્રવર્તીએ વર્ષ 1976 માં મૃણાલ સેનની બંગાળી ફિલ્મ મૃગયાથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો અને તે પછી મિથુન ચક્રવર્તીએ ક્યારેય પાછળ જોયું નથી. તેમની બોલિવૂડની પહેલી ફિલ્મ દો અંજાને હતી. આ ફિલ્મમાં તેમની ખૂબ ઓછી ભૂમિકા હતી.

આ પછી તેમણે તેરે પ્યાર મેં (Tere Pyar Mein), પ્રેમ વિવાહ (Prem Vivah), હમ પાંચ (Hum Paanch), ડિસ્કો ડાન્સર (Disco Dancer), હમ સે હૈ ઝમાના (Hum Se Hai Zamana), ઘર એક મંદિર (Ghar Ek Mandir), અગ્નિપથ (Agneepath), ગોલમાલ 3 (Golmaal 3), ખિલાડી 786 (Khiladi 786) અને તાશકંદ ફાઇલ્સ (The Tashkent Files) માં કામ કર્યું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અભિનય સિવાય બહુ ઓછા લોકો જાણે છે કે મિથુન ચક્રવર્તીએ માર્શલ આર્ટમાં નિષ્ણાંત તાલીમ લીધી છે અને તે બ્લેક બેલ્ટ પણ છે. એટલું જ નહીં, તેમણે પશ્ચિમ બંગાળ સ્ટેટ રેસલિંગ પણ જીતી લીધી છે. મિથુન ચક્રવર્તી ડિસ્કો ડાન્સર એમ જ નથી બન્યા, તેઓ ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા ડાન્સિંગ ડિવા હેલનનાં આસિસ્ટન્ટ હતા. આ વાત મિથુન ચક્રવર્તીના બહુ ઓછા ચાહકો જાણતા હશે કે એક સમયે ફિલ્મ ઉદ્યોગમાં ‘ચક્રવર્તી શોટ’ પણ ચાલે છે, કારણ કે તે પહેલા ટેકમાં જે સીન પૂર્ણ કરી લેતા હતા.

આ વાતનો ખુલાસો વર્ષ 2017 માં ટીવી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સના સીઝન 6 ના સ્ટેજ પર પણ બહાર આવ્યો હતો, જેમાં સલમાન ખાન અને મિથુન સાથે હતા. સલમાને આ સમય દરમિયાન મિથુનને લાગતો એક રસપ્રદ કિસ્સો કહ્યો હતો કે મિથુન દા તેમના સંઘર્ષનાં દિવસોમાં એક દિવસમાં ચાર શિફ્ટમાં કામ કરતા હતા. ચારેય જુદી જુદી ફિલ્મો માટે જુદા જુદા દ્રશ્યો પૂર્ણ કરવા માટે એક સેટથી બીજા સેટ જતા હતા. તેઓ આ એટલા માટે કરી શક્તા હતા કારણકે તેઓ એક ટેકમાં શોટ પુરા કરવા વાળા કલાકાર હતા.

આવી સ્થિતિમાં, નવોદિતો જેઓ શોટ આપવા માટે વધુ સમય લેતા હતા, તેમને ફિલ્મ નિર્માતા ઘણીવાર દાદાનું ઉદાહરણ આપતા અને કહેતા હતા કે એતો એક જ સિંગલ એટલે કે ચક્રવર્તી શોટ આપે.

ચાલો તમને જણાવી દઈએ કે આ પોતે જ એક રેકોર્ડ છે. 3 નેશનલ, 2 ફિલ્મફેર એવોર્ડ્સ અને ઘણા વધુ એવોર્ડ જીતવા વળા મિથુન ચક્રવર્તીએ લગભગ 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં, હિન્દી, બંગાળી, ભોજપુરી અને પંજાબી ભાષાની ફિલ્મો પણ સામેલ છે. એક સારા કલાકારની સાથે મિથુન એક સફળ બિઝનેસમેન પણ છે. ઉટી (Ooty), દાર્જીલિંગ (Darjeeling), સીલીગુરી (Siliguri), કલકત્તા (Kolkata) અને ઘણી બધી જગ્યાએ મિથુનની હોટલો છે જે ખૂબ પ્રખ્યાત છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">