Lara Dutta: ટૂંકા કરિયરમાં લારા દત્તાએ ઘણી કરી છે બ્લોકબસ્ટર ફિલ્મો, હવે બોલિવૂડથી થઈ ગઈ છે દૂર

તેની (Lara Dutta) ઘણી ફિલ્મો ફ્લોપ પણ રહી પરંતુ તે છતાં તેણે હિંમત હારી નહીં. તેણે ફરી એકવાર 'મસ્તી'થી ફિલ્મોમાં કમબેક કર્યું. આ પછી 'કાલ' અને 'નો એન્ટ્રી' જેવી સુપરહિટ ફિલ્મો પણ તેની પાસે આવી.

Lara Dutta: ટૂંકા કરિયરમાં લારા દત્તાએ ઘણી કરી છે બ્લોકબસ્ટર ફિલ્મો, હવે બોલિવૂડથી થઈ ગઈ છે દૂર
lara dutta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 10:28 AM

લારા દત્તા (Lara Dutta) એક એવી બોલીવુડ અભિનેત્રી છે જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ટૂંકી કારકિર્દીમાં લારા દત્તાએ બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ (Bollywood Stars) સાથે કામ કર્યું. તેમાંથી અક્ષય કુમાર, ગોવિંદા, સલમાન ખાન અને બીજા ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે. પરંતુ અચાનક તેણે બોલિવૂડને હંમેશ માટે અલવિદા કહી દીધું. જો કે લારા દત્તા હવે પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. કારણ કે આજે લારાનો જન્મદિવસ (Birthday)છે અને તે 43 વર્ષની થઈ ગઈ છે. તેથી આજે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આજે અમે તમને લારા દત્તા અને તેના જીવન વિશે કેટલીક અજાણી વાતો જણાવીશું.

આજે જન્મદિવસ ઉજવી રહી છે લારા દત્તા

લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978ના રોજ ગાઝિયાબાદ, યુપીમાં થયો હતો. લારાના પિતાનું નામ એલકે દત્તા છે. જે એરફોર્સમાં વિંગ કમાન્ડર છે અને તે પંજાબી છે. જ્યારે માતાનું નામ જેનિફર દત્તા છે. જે એંગ્લો ઈન્ડિયન છે. લારા દત્તાને બે બહેનો સબરીના દત્ત અને ચેરિલ છે. લારા દત્તાએ વર્ષ 2011માં પ્રખ્યાત ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા. જેની સાથે તેમને સાયરા ભૂપતિ નામની પુત્રી પણ છે.

લારા દત્તાનો પરિવાર 1991માં બેંગ્લોર (બેંગલુરુ)થી સ્થળાંતર કરીને યુપીમાં સ્થાયી થયો હતો. લારાએ પોતાનું સમગ્ર શિક્ષણ બેંગ્લોરમાંથી જ કર્યું હતું. લારાએ બેંગ્લોરની સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. લારાએ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. લારા દત્તા ઘણી ભાષાઓ જાણે છે. જેમાં અંગ્રેજી, પંજાબી, કન્નડ, હિન્દી અને ફ્રેન્ચનો સમાવેશ થાય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ફિલ્મ ‘અંદાઝ’થી કરી શરૂઆત

લારા દત્તા પોતાની ફિલ્મી કરિયર શરૂ કરતા પહેલા જ ફેમસ થઈ ગઈ હતી. તેણે વર્ષ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. લારાએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘અંદાઝ’થી બોલિવૂડમાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બંને સિવાય આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પણ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મમાં લારાની એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. આ ફિલ્મ માટે લારા દત્તાને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

લારા દત્તાએ ઘણી ફિલ્મોમાં કર્યું છે શાનદાર કામ

એવું નથી કે લારાએ તમામ ફિલ્મો હિટ આપી છે. તેની ઘણી ફિલ્મો ફ્લોપ પણ રહી પરંતુ તે છતાં તેણે હિંમત હારી નહીં. તેણે ફરી એકવાર ‘મસ્તી’થી ફિલ્મોમાં કમબેક કર્યું. આ પછી ‘કાલ’ અને ‘નો એન્ટ્રી’ જેવી સુપરહિટ ફિલ્મો પણ તેની પાસે આવી. આ ફિલ્મો પછી લારાએ ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Viral Video: બેબી મંકીએ ફુગ્ગા સાથે ખૂબ જ કરી મસ્તી, વીડિયો જોયા પછી તમને પણ યાદ આવશે બાળપણ

આ પણ વાંચો:  ડાર્ક ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી જાહ્નવી કપૂર, પાર્ટીમાં સુંદર લુક દર્શાવ્યો

g clip-path="url(#clip0_868_265)">